પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહીનું અંતિમ શરણ ૪૭૧ મારી બધી કિમત ઊતરી જાય ને હું પોતાને પામર પ્રાણી માનું. મારા જેવા માણસ જેને હિંસા કરવી નથી ને જેણે મન, વચન ને કમેં અહિંસક રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે તેને માટે અંતિમ શરણ આત્મબલિદાનનું છે. મારા જેવા અ૯૫ મનુષ્યને જે બુદ્ધિ ઈશ્વરે આપેલી છે તેના નિણુ ય પ્રમાણે આકરો પ્રસંગ આવે ત્યારે તેને માટે પ્રાણ પાથરી દેવા એ મારું મોટામાં મેટું શસ્ત્ર છે. મારું જીવન આ રીતે ઉપવાસના અનેક પ્રસંગ પર રચાયેલું છે. એ પ્રાર્થનાનું ઉદ્ધમાં ઉત્કટ રૂપ છે. એ જગતની આંખે હમણાંનું બહુ ચડયું છે, પણ મારી પાસે તો એ ઘણાં વરસેથી છે. એ અવિચારી કમ નથી. એમાં કોઈના પર બળાત્કાર નથી. તે વ્યક્તિઓ પર તેમ જ સરકાર પર દબાણ જરૂર આણે છે; પણ એમાં આપભોગના સ્વાભાવિક અને નૈતિક પરિણામથી વધારે બીજું કશું નથી. તે સૂતેલા અંતરાતમાને ઢાળી જગાડે છે ને પ્રેમી હૃદયને કાર્યમાં પ્રવૃત્ત કરે છે. જેમને મનુષ્યસમાજનાં રિથતિ અને વાતાવરણમાં ધરમૂળના ફેરફાર કરાવવા હોય તેમને સમાજમાં ક્ષોભ ઉપજાવ્યા વિના ચાલતું નથી. આમ કરવાના બે જ રસ્તા છે - હિંસા અને અહિંસા. હિંસાનું દબાણ શરીરને લાગે છે, અને તે કરનાર ને ભોગવનાર બંનેનો અધઃપાત થાય છે. પણ ઉપવાસ દ્વારા જાતે કષ્ટ વેઠીને કરેલા અહિંસક દબાણની અસર સાવ જુદી જ રીતે થાય છે. જેની સામે તે તાકેલું હોય તેના શરીરને તે સ્પર્શ કરતું નથી પણ તેની નૈતિક શકિતને સ્પર્શ કરીને તેને સબળ બનાવે છે. મને લાગે છે અત્યારે આટલું બસ છે. કોણ જાણે મારે કેટલાયે ઉપવાસ કરવાના હશે ને તસુ તસુ માતે મરવાનું હશે ! પણ એમ બને તો હું ઈચ્છું છું કે તમે મારા કાર્યને સારુ ગર્વિત થાઓ અને એ જડ માણસનું કાર્યું હતું એમ ન માનો. મારા જીવન પર ઘણે ભાગે બુદ્ધિનું રાજ્ય ચાલે છે, અને જ્યારે બુદ્ધિ નિષ્ફળ નીવડે છે ત્યારે એના પર બુદ્ધિથી માટી શકિતનું - શ્રદ્ધાનું રાજ્ય ચાલે છે.