પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨ હજુ આકરું તપ* સવ– આપની તબિયત કેવી છે? જ૦— હું ચાવીસે કલાક અસ્પૃશ્યતાના કામમાં ગાળું છું. આઠે પહાર એનો જ વિચાર કરું છું, ને ઊઘમાં મને સ્વપ્નાં પણ એનાં જ આવે છે. સ0– ગુરુવાયુરની શી ખબર છે ? e જ— બહુ જ સારી. આજે ત્યાંથી એક કાગળ મળ્યા છે તેથી મને ઘણો આનંદ થયો છે. મતગણતરીનું કામ પાર પાડવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. લગભગ ૩૦૦ સ્વયં સેવકો ઘેર ઘેર જાય છે ને ત્રણ જાતના આંકડા ભેગા કરે છે: (૧) મંદિરપ્રવેશના પક્ષના મ્યુનિસિપલ મતદારો, (૨) તેના પક્ષના કે વિરોધી તમામ પુરુષો, (૩) તેના પક્ષની કે વિરોધી તમામ સ્ત્રીઓ. દરેક માણસને મત આપતા પહેલાં આખી સ્થિતિ સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. - સ - મતગણતરીના નિર્ણય મંદિર ખોલવાની તરફેણમાં મળે પણ બીજી મુશ્કેલીઓ ઊભી થાય તો શું થશે ? જ૦ – કાયદાની કે બીજી જે જે મુશ્કેલી હોય તે દૂર કરવી પડશે. વકીલમિત્રોએ એ કામ હાથમાં લીધું છે. મતગણતરી મારી તરફેણમાં હાય, ને એમ જણાય કે કાયદાની મુશ્કેલીઓ દૂર કરવાની રહી છે પણ તે બાંધી મુદતમાં દૂર કરી શકાય એમ નથી, તો આ ક્ષણે તો મને લાગે છે કે ઉપવાસ મુલતવી રાખવી પડશે. e સ૦ - દક્ષિણ ભારતના એક છાપાએ લખ્યું છે કે મતગણતરી વિષે ગાંધીજીનું જે વલણ છે તે જોતાં તેમને બચાવવાનો એક જ ઉપાય એ છે કે લેાકાએ મંદિર પ્રવેશની વિરુદ્ધ મત આપવા. પછી ગાંધીજીને લેકમત કેળવાતાં સુધી રાહ જોવી જ પડશે. re જઇ એવી કોઈ પ્રપંચજાળથી મને લોકો ન બચાવી શકે. મને લોકો ઠગવા માગે તો મારી પાસે તેનેાયે ઉપાય છે, નથી એમ નહીં'. સ૦ – એવા તે શા ઉપાય ? જ૦ - શરતી ઉપવાસ કરતાંયે વધારે આકરો ઉપાય. તા. ૫મી ડિસેંબરે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિને ગાંધીજીએ આપેલી મુલાકાત. ४७२