પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સુધારાના કાર્યક્રમ ૪૭ આસપાસ બેઠેલા સૌ ખડખડ હસ્યા, અને એક જણે પૂછયું : ગયા ઉપવાસથી વધારે આકરો ઉપાય વળી કેવા હોઈ શકે ? " ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું : શરતી ઉપવાસ કરતાં વધુ આકરા ઉપાય બિનશરતી અનશન. આજ સુધી તો અમુક વસ્તુ થાય નહીં ત્યાં સુધી હું ઉપવાસ કરીશ એમ મેં કહ્યું છે. પણ તમે કહો છે તેમ લાકે મને છેતરે છે એવી મારી ખાતરી થાય તો મને જીવવામાં કશો રસ ન રહે એવું અને, અને હું કદાચ જાહેર કરુ યે ખરે કે હવે મારું સદાનું અનશન છે. અથવા તો કહું કે ૩૦ દિવસના ઉપવાસ છે - જેમ મેં દિલ્હીમાં ૨૧ દિવસના બિનશરતી ઉપવાસ જાહેર કર્યા હતા તેમ ! પણ લોકો મને સારી રીતે ઓળખે છે, એટલે છેતરીને મને બચાવવાના ઉપાય તેઓ કદી નહી લે એ વિષે મને શંકા નથી. સુધારાના કાર્યક્રમ ઉદ્ધાર કાને ? અસ્પૃશ્યતાનિવારણ સંઘની સભામાં હાજરી આપનાર મિત્રોમાંથી એકે મને એક પ્રશ્નમાળા આપી હતી. એ પ્રશ્નોમાં એમણે દલીલો પણ વણી દીધેલી હતી. સંક્ષેપને ખાતર હું આ સવાલામાંથી સૌથી મહત્ત્વનો એક પત્રના રૂપમાં નીચે આપું છું : “સધ આપના સૂચનાથી અસ્પૃશ્યતાનિવારણને કાર્ય ક્રમ પાર પાડવાને સ્થપાય છે, તેથી કાર્ય કર્તાઓ આપની પાસેથી ચેક સ માર્ગ દર્શનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. ત્યારે મને પહેલા સવાલ આ સૂઝે છે : કાર્યકર્તાઓએ સુધારકે બની હરિજનના ઉદ્ધારનું કામ કરવાનું છે કે પેાતાના ઉદ્ધારનું ? પાતાના ઉદ્ધારનું કામ કરવાનું હોય તો સવણ હિંદુઓમાં જ કામ કરવા પર વધુમાં વધુ ભાર મુકાવા જોઈએ. અને એમ હોય તો એ કામ કેવી રીતે કરાય ? ” આ વ્યાપક પ્રશ્ન છે. અને એનો જવાબ આપતાં આ મિત્રે ઉડાવેલા મુખ્ય મુદ્દા હું ચર્ચી શકીશ એવી આશા છે. મે ફરી ફરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સવર્ણ હિંદુએ દોષિત છે. તેમણે હરિજન સામે પાપ કર્યું છે.' હરિજનાની અત્યારની દશા માટે સવર્ણ હિંદુઓ જવાબદાર છે. એટલે તેએ હરિજનોની પીઠ પરથી અસ્પૃશ્યતાનો બેજે ઉઠાવી લઈને પોતાનાં પાપના દસમું નિવેદન, તા. ૯ -૧૨-૧૯૩૨