પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૭૪ મહાદેવભાઈની ડાયરી પસ્તાવો કરી આત્મશુદ્ધિ કરે કે તરત જ આપણે હરિજનામાં સંપૂર્ણ પરિવર્તન થયેલું જઈશું. તેઓ જિંદગીભરની ટેવા એકાએક છોડી દેશે એવું નથી, પણ એ છેડવાને તેઓ જ્ઞાનપૂર્વક પ્રયત્ન કરશે, અને સવણ હિંદુઓ એમને એ ટેવ છોડવામાં સર્વત્ર સહાયતા આપશે. એક કુટુંબના દલિત સભ્ય જાલિમોની સાથે પુનર્મિલન પામે અને તેની દૂફ અનુભવે, અને જાલિમા તેમને જાણે તેઓ કદી છૂટા પડચા જ ન હોય એવી રીતે અપનાવે એના જેવું આ થશે. એ પરિણામ આવતાં કેટલીક વખત લાગો એનું દુ:ખદ ભાન મને છે, પણ જે આપણામાંથી કેટલાક સમજપૂર્વક સાચું વલણ ન ધારણ કરે તો એ પરિણામ કદી પણ આવે નહીં. બિનશરતે અપનાવો ઉદાર વિચારના કાર્યકર્તાઓમાં પણ મેં ઘણી વાર કહેવાતું સાંભળ્યું છે કે હરિજના પાતાની કુટેવ છોડે, કેળવણી પામે અને સ્વસ્થ જીવન ગાળતા થાય ત્યારે જ અસ્પૃશ્યતા જવી જોઈ એ. આમ કહેનારાઓ સાવ ભૂલી જાય છે કે હ રજના “ અસ્પૃશ્ય રહે ત્યાં સુધી આ વસ્તુઓ કરવા ઈચ્છે તોયે નહીં કરી શકે. તેઓ એ પણ ભૂલી જાય છે કે કેટલાક હરિજનો સ્વચ્છ રહેણી રાખે છે તેમને સવણ હિંદુઓ સમાનભાવે આવકાર આપતા નથી. અને તેમનામાંના સારામાં સારા માણસને જીવનની સામાન્ય સુખસગવડાથી અને સવર્ણ હિંદુઓ સાથેના રાજના સંસર્ગથી અળગા રાખવામાં આવે છે. તેઓ અંત્યજ જમ્યા એટલા જ કારણે તેમને જીવનભરના દાસ ગણવામાં આવે છે, અને રીતભાતના ફેરફાર કે બીજા કોઈ પણ કારણે એ દાસપણામાં ઘટાડો થઈ શકતો નથી. તેથી હરિજનાને સારી રહેણી રાખવા પ્રેરનાર કારણુ જ રહેતું નથી; કયાંથી રહે ? એટલે આ અનિષ્ટને દૂર કરવાનો અને તેમનામાં મનુષ્ય તરીકેનું સ્વાભિમાન ઉત્પન્ન કરવાનો એક જ રસ્તો એ છે કે સવણ હિંદુઓ પહેલાં તો તેમને બિનશરતે અપનાવે. પછી જ તેમની સ્થિતિમાં મોટા પ્રમાણમાં પરિવર્તન થઈ શકે. - તેથી સવર્ણોના મત કેળવવાના અને ભેગા કરવાના પ્રચંડ આંદોલનને કાર્યક્રમમાં સૌથી પ્રથમ અને અગ્રસ્થાન અપાવું જોઈએ. આ કામ ભારેમાં ભારે વેગથી ઘેર ઘેર પડેાંચી જઈ ને અને દેશમાં આ વિષયના સાહિત્યનું પૂર ફેલાવીને કરી શકાય. મારા મત પ્રમાણે અસ્પૃશ્યતા એ અસત્યના જેટલું જ સ્વયંસિદ્ધ પાપ છે. આ કથનને શાસ્ત્રોના ટેકાની જરૂર નથી.