પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સુધારાને કાર્યક્રમ ૪૭૫ છતાં કેવળ જન્મને કારણે અસ્પૃશ્યતાનું સમર્થન કરવા માટે શાસ્ત્રોની મદદ લેનારા વિદ્વાનોનો એક વર્ગ પડયો છે, તેથી કાર્યકર્તાઓ સુધારાપક્ષના સાહિત્યથી સજજ રડું એ સારું છે. શાસ્ત્રજ્ઞ લોકોને એક એવા વગ વધતા જાય છે જે આગ્રહ પૂર્વક એ મત ધરાવે છે કે આજે જે અસ્પૃશ્યતા મનાય છે ને પળાય છે તેને માટે શાસ્ત્રોમાં બિલકુલ આધાર નથી. આ પ્રચારકાય એવા કાર્ય કર્તાઓને સોંપાવું જોઈ એ જે ચારિત્રવાન હોય, જેઓ અપમાનથી સહેજે ખળભળી ન ઊઠે એવા હોય, જેમનામાં સામી દલીલો સાંભળવાની ધીરજ અને તેના રદિયો આપવાની ચતુરાઈ હોય. 1 એછિક ત્યાગ ધામિક સુધારાની હિલચાલમાં કોઈ પણ જાતના બળાત્કારને જરાયે અવકાશ નથી. આમ મત ભેગા કરતાં જે એમ જણાઈ આવે કે હિંદુઓના મોટા ભાગને અસ્પૃસ્યતામાં કશું પાપ જણાતું નથી, અને તેઓ બીજી રીતે પણ એને દૂર કરવાની અને હરિજનના દરજજો ચડાવવાની વિર દ્ધ છે, તો સુધારકાએ દૈવેચ્છાને માથે ચડાવવી પડશે. પછી તેમણે બહુમતીની સામે ચિડાયા વિના જાતે કષ્ટ વેઠીને બતાવી આપવું પડશે કે તેમની વાત સાચી છે ને બહુમતીની ખાટી છે. આ કરવાનો ઉત્તમ ઉપાય એ છે કે તેઓ હરિજનો સાથે એકતા સાધે અને જે હકો અને સગવડે આજે હરિજનોને મળતાં નથી તેના પાતે સ્વેચ્છાએ ત્યાગ કરે. સ્ત્રીપુર ના એ મેટા સમુદાયના આવા વ્યંગથી જ હરિજામાં આશાનો સંચાર થશે, અને તેમની પોતાની નજરમાં તેમની કિંમત વધશે, અને તેમને સુધરવાના પ્રયત્ન કરવાનું ઉત્તેજન મળશે. દાતા નહીં, દેણુઢાર સવર્ગોમાં સૌથી અસરકારક કામ આ થઈ શકે : તેમને કુટુંબદીઠ ઓછામાં ઓછા એક હરિજન કુટુંબી તરીકે કે ઘરના નોકર તરીકે રાખવાને સમજાવવા જોઈ એ. સંસ્કારી કુટુંબમાં એાછામાં ઓછા એક અતિથિ વિના ભાજન ન કરવાની પ્રાચીન હિંદુ પ્રથા છે. આજકાલ તો આના પાલન કરતાં ભગ જ વધારે થાય છે. આને પંચમહાયજ્ઞમાંના એક ગણેલા છે. એક હરિજનને ભોજનમાં સાથે રાખવા એના કરતાં આ યજ્ઞ કરવાની સારી રીતે હું ક૯પી શકતું નથી. આને સહભાજન માનવાની ભૂલ ને થવી જોઈએ. મારે મન સહભાજનનો અર્થ એ છે કે એવાઓની સાથે બેસીને જમવું જેઓ આપણા ભાણાને અડી શકે અને જેમના ભાણાને આપણે અડી શકીએ. પણ એકબીજાના સ્પર્શ કર્યા વિના એક છાપરા