પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સુધારાને કાર્યક્રમ ૪૧૭૭ તેમના સંસર્ગમાં ન આવે ત્યાં સુધી તેઓ એ અસર અનુભવી શકવાના નથી. જો આ જાગૃતિ સાર્વત્રિક હોય તો આ રચનાત્મક કાર્યક્રમ ખરચાળ નહીં નીવડે. સ્થાનિક સ્વયંસેવકો પોતપોતાના લત્તામાં કામ કરે તેમને મહેનતાણાની કશી જરૂર ન હોય. અને જો આ જાગૃતિ સાર્વત્રિક ન હોય તો રચનાત્મક કાર્યક્રમ ચલાવવાની કાર્યકર્તાઓની બેવડી ફરજ થઈ પડે છે. તેથી ધીમે હોય કે વેગવાન, ખરચાળ હોય કે બિનખરાળ, પણ એ સંધની પ્રવૃત્તિઓનું એક અંગ ગણાવી જ જોઈએ. તમામ હરિજન બાળકોને અથવા ડૉક્ટરી મદદની જરૂરવાળાં તમામ બીમાર હરિજનોને તે કદાચ ન પહોંચી શકે, પણ એ દિશામાં જે કંઈ કરવામાં આવશે તે કીમતી ગણાશે અને જે વધુ કામ થવાનું છે તેની આગાહરૂપ નીવડશે. વળી પૈસાનાં દાન કેટલાં મળે છે તે પરથી સવર્ણ હિંદુઓએ યુગધર્મને કેટલા ઓળખ્યો છે એનું માપ નીકળશે. ચંદિરમ આ કાર્યક્રમમાં મંદિર પ્રવેશનું સ્થાન સૌથી મહત્ત્વનું છે; કેમ કે જયારે અસંખ્ય જાહેર મદિરા હરિજનોને માટે ખુલ્લાં થશે ત્યારે તેમને તત્કાળ પિતાને માટે નવયુગનો ઉદય થતા દેખાશે. પોતે એક વાર સમાજના બહિષ્કત હતા એ તેઓ ભૂલી જશે. મંદિરોમાં પરસ્પરના સંસર્ગથી જ તેમની દૃષ્ટિમાં અને જીવનમાં ફેરફાર થશે. તેઓ પોતાની ખૂરી ટેવ છોડી દેશે. પણ કેટલાક પત્રલેખકો કહે છે : આજે મંદિરની શી કિંમત છે ? તે અનાચારનાં ધામ છે ને ત્યાં સર્વ પ્રકારનું દુરાચરણ ચાલે છે. મારી પાસે એક કાપલી છે તેમાં એક બહેનને કાગળ છે. તેમાં એક પ્રખ્યાત મંદિરમાં જે ચાલી રહેલું છે તેને ભૂ ચિતાર છે. આ પ્રસિદ્ધ તીર્થોમાંનાં કેટલાંકની સામે જે આરોપ મૂકવામાં આવ્યા છે તે કેટલે અંશે સાચા છે એની મને ખબર નથી. મદિરો જ્યારે બંધાયાં ત્યારે જેવાં હો તેવાં અત્યારે નથી એમાં તો કશી શંકા નથી. મંદિરાનો સુધારો એ જ એક સ્વતંત્ર વિષય છે. મંદિરના અધ:પાત એ હરિજનોને એમાં પ્રવેશ ન આપવાનું વાજબી કારણ ન ગણાય. હું એટલું જાણું છું કે મંદિરમાં જનારા ગરીબ લોકેાના બહુ મોટા સમુદાયને એ માં ચાલતા ભ્રષ્ટાચારનો સ્પર્શ નથી થતો: અને પ્રસિદ્ધ મંદિર વિષે ગમે તે વાત સાચી હોય પણ એ ગામડાંના મંદિર વિષે સાચી નથી જ. ગોમડાંનાં મંદિરા ગ્રામવાસીઓને માટે આશ્રયસ્થાન હતાં ને હજુ પણ છે. હિંદુ ગ્રામવાસીઓની જીવનવ્યવસ્થા મંદિર વિના ચાલતી ક૯૫વી મુશ્કેલ છે. હિંદુ કુટુંબમાં જન્મ હોય, મરણ