પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪ ચાલાકીથી મને ઉગારી શકાશે નહીં* ૮૮ મતગણતરી તમારી વિરુદ્ધ જાય તે તમારા નિવેદન પ્રમાણે તમે અચોક્કસ મુદત માટે તમારા ઉપવાસ મુલતવી રાખો એમ તમે કહ્યું છે. તે ઉપરથી ધારા કે મતદારા એવું કરે કે ગુરુવાયુર મંદિરમાં હરિજનના પ્રવેશની તરફેણમાં હોવા છતાં તમારા ઉપવાસને રોકવાને ખાતર જ તેઓ તમારી વિરુદ્ધ મત આપે, તો તમે શું કરો ?” આવા સવાલ મને પૂછવામાં આવ્યા છે. હું એવી આશા રાખું કે મતદાર આવી કશી ચાલાકીનો આશ્રય નહીં લે. છતાં આવી ચાલાકી તેમણે કરી છે એવી ખબર મને પડશે તો હું એટલું જ કહું કે પ્રામાણિકપણે અને પોતાની માન્યતા પ્રમાણે મત આપવાને બદલે આવા પ્રપંચ કરીને તેઓ મારી જિંદગીને વધારે જોખમમાં મૂકશે. અસ્પૃશ્યતાનિવારણ માટે મારી જિંદગીને હોડમાં મૂકવ્યા પછી હું આશા રાખું છું કે આવી કોઈ ચાલાકીનો લાભ લઈ તેને બચાવવા જેટલું કાયર નહીં' બનું.. મેં જે માફીની વાત કરી છે તે પ્રામાણિકપણે મત અપાય એ વસ્તુને અનુલક્ષીને જ કરી છે. મને જે ખાતરી થાય કે ગુરુવાયુરની નજીકમાં રહેનારા અને મંદિરમાં જનારાનો મોટો ભાગ ખરેખર જ હરિજનાના મંદિરપ્રવેશની વિરુદ્ધ છે, છતાં ઉપવાસ કરવાનો હું આગ્રહ કરું તે મારે ઉદ્દેશ સાધવાને માટે બળજબરીના ઉપાયો લીધાનો હું અપરાધી ઠરું. મારી જિંદગીમાં આવી વસ્તુ મેં કદી પણ કરી હોય એ મને ખ્યાલ નથી. અને આખી જિંદગીભર પાળેલા નિયમને, હવે હું જયારે જિંદગીના અંતની નજીક આવ્યો છું ત્યારે, ભંગ કરું એ ન બનવા જેવું છે. નજીક આવતા મારા આ ઉપવાસને બળાત્કારના લેશમાત્ર પણ દોષથી મુકત રાખવા હું બહુ જ ઇન્તજાર છું. અને મને શંકા નથી કે એ ઉપવાસને અંતે સૌને એમ માલૂમ પડશે કે એ કોઈ પણ જાતના દેષથી મુકત હતા. ઉપવાસ સનાતનાઓ માટે નથી મેં કરવા ધારેલા ઉપવાસની શી અસર થાય છે તેનું હું એક વૈજ્ઞાનિકની જેમ નિરીક્ષણ કરી રહ્યો છું. તેણે લેકીને વિચાર કરતા કરી મૂકડ્યા છે તે * ૧૧ મું નિવેદન, તા. ૧૪-૧૨-૧૯૩૨ ૪૭૯