પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેટલાક વધુ ખુલાસા શોધી કાઢવા માટે એકબીજા સાથે મળીને કામ કરી શકે. મેં વખતોવખત એ ખાતરી આપી છે અને હું ફરીથી આપું છું કે સ્થાનિક લોકમત મંદિર પ્રવેશની તરફેણમાં હોવાની બાબતમાં મને મારી ભૂલ જણાશે તો હું તરત જ પાછાં પગલાં ભરીશ. સત્યની ઉપાસના સિવાય મારે બીજું કશું સાધ્ય નથી. ૧૫ કેટલાક વધુ ખુલાસા* સનાતનીઓને હૈયાધારણ મંદિર પ્રવેશની ચળવળની મર્યાદાઓ સંબંધમાં મારી સ્થિતિ મે’ તદ્દન સ્પષ્ટ કરી છે એમ મને લાગતું હતું. પણ હું જોઉં છું કે સનાતની મિત્રાને લાગે છે કે આ ચળવળથી સનાતન ધર્મ ઉપર જોખમ છે. અને તેથી તેઓ હજી ઉશ્કેરાયેલા છે. તેમનો આ ભય કહિપત છે, એ બતાવવા માટે નિવેદનામાં અને પત્રામાં જે વસ્તુ બહાર પડી ચૂકી છે તેનો સાર હું નીચે આપું છું : (૧) ઉપવાસનો વિચાર અત્યારે તો કેવળ ગુરુવાયુર પૂરતો જ છે. એ ઉપવાસને માટે સુધારકના દૃષ્ટિબિન્દુથી અતિહાસિક કારણો છે. એ ઉપવાસ ટાળવાનો બીજો કોઈ માણ જ ન હતા. મારાં કારણે હું જાણું છું કે સુધારાના વિરોધીઓ અથવા મંદિરપ્રવેશમાં માનનારામાંથી પણ સઘળા કશા બચાવ તરીકે સ્વીકારશે નહીં. તેને નિર્દેશ કરવામાં મારો હેતુ ફક્ત એ ઉપવાસની મર્યાદાઓ જણાવવાનું જ છે. | (૨) જે મતગણતરી સુધારકાની વિરુદ્ધ જશે તે કરવા ધારેલા ઉપવાસ આદરવામાં આવશે નહીં. જો એમ માલૂમ પડશે કે વર્તમાન કાયદો સુધારકાની વિરુદ્ધ છે અને આવશ્યક કાયદો પસાર કરાવવા માટે પ્રયત્ન કર્યા છતાં, તથા વર્તમાન કાયદાને સુધારવા માટે ધારાસભામાં ખરડે દાખલ કરવા માટે વાઇસરૉયની મંજૂરી મેળવ્યા છતાં, બીજી જાન્યુઆરી ૧૯૩૩ પહેલાં ધારાસભામાં એ કાયદો પસાર થઈ શકે એમ નથી તોપણ ઉપવાસ મુલતવી રહેશે. = (૩) તે તે મંદિરમાં જનારા દર્શનાર્થીઓની બહુમતીની ઈચ્છા વિરુદ્ધ બળાકારે મ દિરપ્રવેશ કરવામાં હું ભાગ લઉં નહીં. વળી મંદિર

  • ૧૨મું નિવેદન, તા. ૧૫-૧૨-૧૯૩૨

મ-૩૧