પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્મશુદ્ધિનું મહાન કાય* કાયદામાં દર્શાવેલી રીત પ્રમાણે પોતાની એ જાતની ઈચ્છા પ્રગટ કરે તો એવાં મંદિરો બીજાઓની સાથે સમાનપણાની શરતે હરિજનો માટે ખુલાં થાય. મારા અભિપ્રાય પ્રમાણે આ સૂચના જ એટલી બધી સંગીન છે કે કાઈ પણ સમજુ માણસને એની વિરુદ્ધમાં કશું કડેવાનું હોઈ શકે નહીં. - ગમે તેમ હોય, સુધારાના વિરોધીઓ એટલું તો બરાબર સમજે કે સુધારકા શું કરવા ઇચ્છે છે. અત્યારે તો મને કતાં દિલગીરી થાય છે કે સુધારાની વિરુદ્ધ જે આંદોલન ઉપાડવામાં આવ્યું છે તેમાં હકીકતની અવગણના થાય છે, અને તે આંદોલન સત્યથી વિરોધી એવાં નિવેદનથી તથા પાયા વિનાના આક્ષેપો અને વક્રસૂચનાથી ટકાવી રાખવામાં આવ્યું છે. કોઈ પણ સુધારા જે મૂળમાં સંગીન હોય તો આવી પદ્ધતિઓથી તેને કશું નુકસાન થઈ શકે નહીં, પણ તે સુધારા અથવા તેમના વિરોધીઓ એવી પદ્ધતિઓનો આશ્રય લેશે જે ન્યાયી અને વાજબી ન હોય તો તેથી હિંદુ ધર્મને નુકસાન થવાનું છે. ૧૬ આત્મશુદ્ધિનું મહાન કાર્ય અસ્પૃશ્યતાનિવારણની ચળવળમાંથી જે આશાને ઉદય થયો છે તેને સંચાર હિ દુસ્તાનના ગામડે ગામડે હરિજન લત્તામાં આવતા રવિવારે તા. ૧૮-૧૨-'૩૨ના રોજ થશે એવી હું આશા રાખું છું. મ'યુવતી સાથે એ દિવસ અસ્પૃશ્યતાનિવારણુપ્તા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દરેક હિંદુ બાળક પોતાના હરિજન ભાઈ બડેનની જે કાંઈ નાની સેવા થાય છે તે દિવસે કરે. - આ આત્મશુદ્ધિની સામુદાયિક ચળવળ છે. સનાતની મિાની દલી હું આદરપૂર્વક દયાન દઈને અને ખુલ્લું મન રાખીને સાંભળું છું. હિંદુ ધર્મ ના તે એ જે અર્થ કરે છે તે મારી પાસે રવીકારાવવા માટે જયાં સુધી તેઓ પ્રયત્ન કરો ત્યાં સુધી હું એમની વાત સાંભળ્યા કરીશ. મારી માન્યતા તે દિવસે ને દિવસે વધારે દૃઢ થ ની જા ! છે કે અસ્પૃશ્યતાના જે અર્થે કરવામાં આવે છે અને જે રીતે આરે તે આચરવામાં આવે છે તે માટે સમયદ્રષ્ટિએ જોઈએ તે – અને એમ જ જોવું જોઈએ - હિંદુ શાસ્ત્રોમાં જરા પણ આધાર નથી.

  • ૧ નું નિવેદન, તા. ૧૬-૧૨-'૩૨