પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭ અસ્પૃશ્યતાની ભરમમાંથી જ હિંદુ ધર્મ પાંગરશે* મતગણતરીનાં પરિણામેનું પૃથક્કરણ રાજાજી, કે. માધવન નાયર અને કેલપ્પન મારી સાથે મસલત કરવા પૂના આવ્યા છે. તેમની સાથે મારે ખૂબ ચર્ચા થઈ. ગુરુવાયુરની મતગણતરીનાં પરિણામ તેમણે મારી સમક્ષ મૂકવાં. મતગણતરી પાનાની તાલુકામાં જયાં મંદિર આવ્યું છે ત્યાં કરવામાં આવી હતી. આટલી ઝીણવટભરી કાળથી અને આટલી વૈજ્ઞાનિક એકસાઈથી મતગણતરી પહેલાં કદી નહીં કરવામાં આવી હોય. મત આપવાના અધિકારવાળામાંથી ૭૩ ટકા મત આપે એવું મારા જાણ્યામાં ભાગ્યે જ બન્યું છે. સત્ય શોધી કાઢવાની ખાતર, જેઓ મંદિરમાં ખરેખરા જનારા હોય તેમના જ મત લેવામાં આવ્યા હતા. એટલે કે જેમને ગુરુવાયુર મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર નથી તેઓને, તેમ જ જેઓ ત્યાં જવા ઇચ્છે નહી', દાખલા તરીકે આર્ય સમાજીએ, એવાને મતદારોની યાદીમાંથી બાતલ રાખવામાં આવ્યા હતા. શી રીતે એમ બની શકે એનો પૂરા વિચાર કર્યા વિના મે એ ઇરાદો રાખેલો કે કશીક પદ્ધતિથી ખરેખરા મંદિરમાં જનારા કોણ છે તે આપણે નક્કી કરી શકીશું. પણ મને તરત જ જણાયું કે એમ કરવું તદ્દન અશકય હતું. તેથી એમ જાહેર કરવામાં આવ્યું કે જેઓ મંદિરમાં જવામાં માનતા હોય, દેવદર્શન કરવાં એ હિંદુ ધર્મનું અવિભાજ્ય અંગ છે એવી જેમને શ્રદ્ધા હોય, અને જેએને ગુરુવાયુર મંદિરમાં જવાનો અધિકાર હોય તેઓ જ માત્ર મત આપે. મંદિરપ્રવેશના અધિકારવાળી કુલ વસ્તી શુમારે ૬ ૫, ૦૦૦ છે. તેમાંથી પુખ્ત ઉંમરનાંની સંખ્યા આશરે ૩૦,૦૦૦ ગણાય. હકીકતમાં, ર૭,૪૬ ૫ પુખ્ત ઉંમરનાં સ્ત્રીપુરુષોના મત મેળવવાને સારુ મુલાકાત લેવામાં આવી. એમાંના ૫૬ ટકાએ મદિરપ્રવેશની તરફેણમાં મત આપ્યા, ૯ ટકાએ વિરુદ્ધ મત આપ્યા, ૮ ટકા તટસ્થ રહ્યાં અને ૨૭ ટકા મત આપવા જ ન આવ્યાં.

  • ૧૪ મું નિવેદન તા. ૩૦-૧૨-૧૯૩૨

૪૮૫