પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૮૬ મહાદેવભાઈની ડાયરી એ યાદ રાખવું જોઈએ કે મતગણતરીનું કામ પ્રતિકુળ વાતાવરણ વચ્ચે કરવામાં આવ્યું હતું. ઝામેરિને સહકાર ન આપે એટલું જ નહીં, પણ મને કહેતાં દિલગીરી થાય છે કે કાર્યકર્તાઓની સામે તેમ જ અખત્યાર કરવામાં આવેલી પદ્ધતિ સામે તેણે કાદવ ઉછાળે. પાનાની તાલુકે સનાતનીઓનું મજબૂત કેન્દ્ર છે, છતાં ત્યાંનું જે મંદિર હવે તો દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિખ્યાત થઈ ગયું છે તેમાં * અસ્પૃશ્યોના પ્રવેશની તરફેણમાં નિર્ણાયક બહુમતી થઈ. આ આંકડા એ રીતે પણ બાધક છે કે ઉપવાસની વાત છતાં સ્ત્રીઓ તેમ જ પુર પો બને પોતાના વિરુદ્ધ મત આપતાં ખચકાયાં નથી. તટસ્થ રહેલાં અને મતગણતરીમાં ભાગ નહીં લેનારાં વિષે પણ હું તો અનુકૂળ અનુમાન તારવું છું. તેઓએ મત આપવાનું પસંદ કર્યું હોત તો તેઓ સઘળા જ કાંઈ હરિજનના મંદિર પ્રવેશની વિરુદ્ધ મત આપત નહીં. હું એમ સૂચવું કે એમનામાંના ઓછામાં ઓછા ત્રીજા ભાગના ઘણું કરીને મંદિરપ્રવેશની તરફેણમાં હશે તો એ અટકળ બેટી અથવા ગેરવાજબી નહીં ગણાય. એમ ગણીએ તો મતાધિકારવાળાઓની કુલ સંખ્યાના ૬૫ ટકા મંદિર પ્રવેશની તરફેણમાં હતા. એ રીતે ગણીએ કે તેમને મતદારોમાંથી બિલકુલ બલિ રાખવામાં આવે તો તે બહુમતી ૭૭ ટકા થાય. આંકડા ગમે તે રીતે ગણી નિર્વિવાદ પરિણામ એ આવે છે કે અધિકારવાળા મતદારોની નિર્ણાયક બહુમતી હરિજનાના મંદિર પ્રવેશની તરફેણમાં છે. આ હકીક્ત બતાવે છે કે પિતાના ઉપવાસ વખતે કેમ્પને એવું નિવેદન કરેલું કે ગુરુવાયુરની આસપાસ રહેનારા અને મંદિરમાં જનારાની બહુમતી મંદિર પ્રવેશની તરફેણમાં છે, એ સાચું હતું. ઉપવાસ માફ રાખવા જોઈએ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે મંદિર પ્રવેશની છૂટ આપનારા ડો. સુબ્બારાયનના બિલને મદ્રાસની ધારાસભામાં દાખલ કરવાની મંજૂરી આપવાના વાઈસયને નિર્ણય ૧૫મી જાન્યુઆરી પહેલાં જાહેર કરવાનું શક્ય નથી. એ જોતાં, નવા વર્ષની બીજી તારીખે જે ઉપવાસ કરવાનું વિચારવામાં આવેલું એ ઉપવાસ અાકકસ મુદત માટે અથવા કાંઈ નહીં તો વાઈસરૉયનો નિર્ણય જાહેર થયાની તારીખ સુધી મુલતવી રાખવામાં આવશે. આ મોકુફીમાં શ્રી કેલપ્પન સંમત થાય છે. કરવા ધારેલા ઉપવાસ લેાકાને અનુલક્ષીને હાઈ, મેં અગાઉ જે કહ્યું છે તેની પુનરુતિને દોષ વહોરીને પણ મારી રિથતિ મારે સ્પષ્ટ