પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાની ભરમમાંથી જ હિંદુ ધર્મ પાંગરશે ૪૮૭ કરવી જોઈએ. મારા ઉપવાસને હું શુદ્ધ આધ્યાત્મિક કાર્ય માનું છું. તેથી તેને સંપૂગે રીતે સમજાવવાનું શકય નથી. તોપણ જેટલું સમજાવી શકાય તેટલે દરજજે કહું કે એને ઉદ્દેશ લોકોના અંતરાત્માને સતેજ કરવાનો છે. હિંદુ ધર્મ શીખવે છે કે એવાં અનિષ્ટો અને સડા હોય, જેનો ઉપાય સાધારણ સાધનાથી થઈ શકે એમ ન હોય, ત્યારે મનુષ્ય-પ્રયત્નમાં તપસ્યા ઉમેરવામાં આવે છે. એ તપસ્યાનું અંતિમ રૂપ શરતી અથવા બિનશરતી ઉપવાસ છે. એટલે મારા ઉપવાસ એ કાંઈ નવી વસ્તુ નથી. કપિત કે મરી એવી લાગવગ હું આમજનતામાં દરાવું છું; તેમ ન હોત તો કદાચ એની ડશી નોંધ પણ લેવામાં આવત નહી'. e નિદાન અને ઉપાય મારી એવી ખાતરી થઈ છે કે હિંદુ ધર્મમાં એક વખતે જે વિશુદ્ધિ અને ચેતન હતું તે આજે નથી અને તેને અધ:પાત થયો છે. વખતોવખત ઊભા થતા સંજોગોને અનુકુળ કરી લેવા અને સતત પ્રગતિ કરવી, એ હિંદુ ધર્મનાં વિશેષ લક્ષણો છે. તેનો પુરાવો તેનાં શાસ્ત્રોમાંથી જ મળે છે. તે શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત હોવાનો દાવો સમય રીતે જોતાં અબાધિત રાખીને એમાં નવા સુધારા દાખલ કરતાં અને ફેરફાર કરતાં તેણે આંચકા ખાધો નથી. તેથી હિંદુ ધર્મમાં માત્ર વેદનું જ નહીં, પણ પછીનાં વચનોનું પણ પ્રામાણ્ય ગણાય છે. પણ એવો સમય આવ્યો જ્યારે આ આરોગ્યપ્રદ વૃદ્ધિ અથવા વિકાસ અટકી પડ્યાં અને શાસ્ત્રવચનના ઉપયાગ અંતરના પ્રકાશ પ્રાપ્ત કરવામાં મદદ તરીકે કરવાને બદલે, તેને જ પ્રત્યક્ષમ માનવામાં આવ્યાં, પછી અંતરાત્માની અભિલાષાઓ અને પ્રયત્નો સાથે તે સુસંગત હોય કે નહીં. આપણા પૂર્વજો, જેમણે ખુદ ઈશ્વર સાથે મલલકુસ્તી કરીને એની પાસેથી વેદામાં અને પછીના ગ્રન્થામાં મળી આવતી અમર વસ્તુઓ પ્રાપ્ત કરી છે, તેના જ વંશજો આજે હતવીર્ય થઈ ગયા છે અને જૂના શ્લોકા અથવા જૂના મંત્રામાંથી નવા અર્થે ખેંચી કાઢવા માટે અથવા નવા મંશનાં દર્શન કરવા માટે વધુ પુરુષાર્થ કરવો જોઈએ તે માટે તૈયાર નથી. તેમણે માની લીધું છે કે હવે ઈશ્વર સાથે તેમને કશી નિઅત રહી નથી અથવા ઈશ્વરે ઇ૯લામાં છેલ્લા શાસ્ત્રના છે (લામાં છેલ્લા શ્લોકની પ્રેરણા આપી દીધા પછી પોતાનું કામ આટોપી લીધું છે. અત્યારે શાસ્ત્રીઓનાં ટોળાં પરસ્પર અસંગત એવાં શાસ્ત્રવચનની સંમતિ બેસાડવા પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓને એ પણ ભાન નથી કે આ યુગની અત્યંત આવશ્યક જરૂરિયાતો તેઓ પૂરી પાડી શકે છે કે નહીં અથવા તો ઝીણવટભરી પરીક્ષાના પ્રકાશ તેઓ ખમી શકે છે કે નહીં.