પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સાથીઓને કાગળ ૪૭ લઘુમતી કરારમાં એનો હાથ હતા. બિરલાને એકલાને મળવાની વાત તો ચાલતી જ હતી. તેવામાં આ થયું. બંગોળના ગવર્નર મારી મુલાકાત (રાજ્યપ્રકરણની બાબતમાં) કરાવવામાં એને મદદ કરી રહ્યો હતો. આવતી કાલની મીટિંગમાં કાંઈ જ નથી, એમ ઘનશ્યામદાસ બાલ્યા . માણસા પણ થોડા જ આવવાના છે.

  • ગઈ કાલે કરાર ઘડી નાખ્યો એ બહુ જે સારું થયું. આજે તો બધું મારું સમજાવવામાં સમય ગયા. અને મને એ જ બરાબર લાગ્યું.” - છગનલાલ જોષીને :
    • અનશનવ્રતનું પૂ છું રહસ્ય સમજાઈ ગયું હશે. ખબરદાર, હારતા નહીં', માળા તો પવાનું જ નથી. દેહને વળગે શું થવાનું છે ? દેહની મમતા છોડવાનું તો આશ્રમમાં રાજ ગાખીએ છીએ. ગોખેલું હજમ થયું છે એ સિદ્ધ કરવાનો આ અવસર આવ્યો છે. તમે બધાય એ ઇચ્છજો કે મને કસેટીમાંથી પાર પડતાં આવડે. પ્રવેશ કરવા તો પ્રમાણમાં સહેલે છે પણ તરીને પેલે પાર જવું એ કોણ જાણે છે ? તેથી પૂરું ન થાય ત્યાં લગી રાચવાનું કાંઈ જ કારણ નથી. પણ ભગવાનને નામે આરંભ કર્યો છે એટલે તે પાર ઉતારશે, એમ હું તો આશા રાખી જ રહ્યો છું. ભજે, શાભાવજો.”

ચિ. છગનલાલ અને કાશી,

  • રાત ટૂંકી છે, કાગળા ઘણા લખવાના છે. તમને શું લખું? આ દિવસે ઉત્સવના માન. પ્રભુદાસ, તને ગભરાવાની મનાઈ છે. તારા જ્ઞાનના પૂર ઉપયોગ કર્તવ્યપરાયણ રહેવામાં કરજે. ઈશ્વર તને સહાય કરશે જ.” | તારામતી,

મારા અનશનનું દુઃખ નથી માનવાનું. તેને બદલે રાજી થવું કે ઈશ્વરે મને આવા ત્યાગની મતિ સુઝાડી છે. એક દહાડે દેહ તે છેડવાના જ છે. પણ દુ:ખીને નિમિત્તે છૂટે એના જેવું બીજું શું શુભ ગણાય ? માણસ ખાતાંપીતાં પણ મરે જ છે ના ? જો ઈશ્વરને મારી પાસેથી હજુ સેવા લેવી હશે તો બધા સંજોગો પેદા થશે ને હું બચી જઈશ. જે મારા સમય પૂરા થયા હશે તો કોઈ પણ રીતે બચવાને આરો નથી જ. હંસા મહેતાને : f“ મારા અનશનથી નથી તમારે કે નથી દાક્તરે ગભરાવાનું, પણ હરખવાનું છે કે તમારા એક સાથીને ઈશ્વરે શુભ અવસર આપ્યા છે.