પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૮૮ મહાદેવભાઈની ડાયરી તેમની તપસ્યાઓ પણ અંતરને વલોવી નાખનારી વ્યથાનું પ્રતિબિંબ બનવાને બદલે કેવળ બાહ્ય રૂપની હોય છે. - આવું નિદાન કરવામાં મારી ભૂલ થતી હોય એ સંભવિત છે. પણ મને તો એ નિદાન જ ખરું લાગે છે. હિંદુ ધર્મના જે પ્રધાન દેશ છે કે જીવમાત્રની એકતાના ઉત્તરોત્તર સાક્ષાત્કાર કરવો,-તત્ત્વના ટૂંપણુ તરીકે નહીં પણ જીવનની નકકર હકીકત તરીકે – તેને હિંદુ સમાજ આજે નથી અનુસરતો એવું મને દેખાય છે. હિંદુ ધર્મની વિશુદ્ધિને અર્થે જે રીતે સ્વધુમ ને હું સમજું છું તે રીતે જીવવાનો સતત પ્રયત્ન કરનાર તરીકે ઉપવાસને માગે તપસ્યા કરવાની મારામાં એગ્યતા છે, અને તેમ કરવાને અંતરના આદેશ મને મળ્યા છે, એમ મને લાગે છે.. ઉપવાસ ફરી કરવા પડે હું આશા રાખું છું કે આવી રીતે વિચારાયેલા ઉપવાસમાં બળાત્કાર ન હોઈ શકે એ વાચક સહેલાઈથી સમજી શકશે. ઉપવાસ છેવટના અને બિનશરતી હોય તો એ સ્પષ્ટ છે કે તેમાં બળાત્કાર હોઈ શકે જ નહીં. કારણ એમાં લેકે અમુક કરે કે ન કરે તેથી ઉપવાસ ચાલુ રાખવા કે બંધ કરવાપણું હોતું નથી. શરતી ઉપવાસને બળાત્કાર ગણવામાં આવે છે તે શરતને કારણે જ છે. મારા અનુભવ એવા છે કે કેાઈના ઉપવાસ માણસને પોતાના સિદ્ધાંતને વળગી રહેવામાંથી અથવા પોતાની મનોવૃત્તિમાંથી ચલિત કરતો નથી. ગુરુવાયુરની મતગણતરીમાં એમ જોવામાં આવ્યું છે. લેક હવે સમજશે કે મોફફીનો અર્થ શા છે. ઉપવાસના હેતુ ગુરુવાયુરના મંદિરમાં અસ્પૃસ્ય’ને પ્રવેશ મેળવી આપવાનો હતો. તે પ્રવેશ ન્યાયી રીતે મેળવવા માટે જે ઉપવાસ કરી આદરવાનું આવશ્યક થઈ પડે તો હું જરૂર ઉપવાસ કરીશ. દાખલા તરીકે, સુધારકેના કેવળ પ્રમાદને લીધે અને તેને પરિણામે અદાલતના ચુકાદાઓથી તથા ટ્રસ્ટને લગતા કાયદાએથી અથવા મદ્રાસના ધર્મને લગતાં દાનના ફાયદા (રીલિજ્યસ એન્ડાઉમેન્ટ ઍક્ટ) –જે કાયદો પોતે જ ધર્મની બાબત પર અસર પાડનાર છે તેનાથી જે અંતરાય ઊભો થયો છે તે દૂર કરવાને માટે આવશ્યક ફાયદાની માગણી કરતા લોકમત વ્યક્ત નહીં થઈ શકે, તે એ કારણે મારે ઉપવાસ કરવા પડે. એટલે મારી અસલ પ્રતિજ્ઞા મારે પાર પાડવી હોય તો, જેઓ ગુરુવાયુરનું મંદિર હરિજનો માટે ખેલવાની તરફેણમાં હોવાનું મનાય છે. તેમણે કરવા જેવાં કામ નહીં કરવા માટે અથવા નહીં કરવા જેવાં કામ કરવા માટે મારે ઉપવાસ કરવા પડે.