પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાની ભસ્મમાંથી જ હિંદુ ધર્મ પાંગરશે ૪૮૯ - મુંબઈની પરિષદને ઠરાવ યરવડાના કરાર સવર્ણ હિંદુઓના અને હરિજાના પ્રતિનિધિઓ વચ્ચે થયેલું છે. મુંબઈની યાદગાર પરિષદમાં તે કરારને બહાલી આપતાં સવણું હિંદુઓએ નીચે પ્રમાણે ઠરાવ પસાર કર્યો હતો: | “ આ પરિષદ ઠરાવ કરે છે કે હવે પછી જન્મને કારણે કોઈને પણ અસ્પૃશ્ય ગણવામાં આવરો નહી'; અને આજ લગી જેઓને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેના સાર્વજનિક કુવા, સાવ જનિક રસ્તા અને સાર્વજનિક સંસ્થાઓના ઉપયોગ પરત્વે બીજા હિંદુઓના જેટલા જ અધિકાર ગણાયો. આ અધિકારીને પહેલામાં પહેલી તકે કાયદાની માન્યતા આપવામાં આવશે અને જે તેવી માન્યતા વહેલી નહીં' મળી ચૂકી હોય તે તે માટેના કાયદો સ્વરાજ પાલ મેન્ટના પહેલામાં પહેલા કાયદાઓમાંની એક હશે. વિશેષમાં, એમ ઠરાવવામાં આવે છે કે કહેવાતા અસ્પૃથ્ય ઉપર ચાલુ રૂઢિ અનુસાર અત્યારે જે સામાજિક હાડમારીઓ, મંદિરપ્રવેશના પ્રતિબંધ સુધાંની, નાખવામાં આવે છે તે, ન્યાયી અને શાંતિમય એવા તમામ માર્ગે વહેલામાં વહેલી દૂર થાય એ જોવાની તમામ હિંદુ આગેવાનોની ફરજ ગણારો.” જે નામાંકિત સવણ હિંદુઓએ આ ઠરાવ પાસ કર્યો છે તેઓ, પોતે જેમ દાવો કરે છે તેમ હિંદી રાષ્ટ્રના હિંદુ વિભાગના પ્રતિનિધિઓ હોય તો, સાર્વજનિક મંદિરો અને બીજી સાર્વજનિક સંસ્થાઓ હરિજના માટે ખેલાવીને તથા તેમની સાથે દિન પ્રતિદિન વધતા જતા ભ્રાતૃભાવ કેળવીને તેમણે પોતાના દાવા ખરો કરવા જોઈ એ. જમાન છું જ્યારે આ કરાર ચર્ચાઈ રહ્યો હતો ત્યારે ગુરુવાયુરનું મંદિર ખોલવાને માટે શ્રી કેમ્પતના ઉપવાસ ચાલુ હતા. મેં તેમને, ખાસ કરીને કાલીકટના ઝામારિનની સૂચનાથી એ ઉપવાસ મુલતવી રાખવાનું કહ્યું. વળી હું કહી ચૂક્યો છું તેમ કરારના તેમને માટે પ્રસ્તુત ભાગને બ્રિટિશ સરકારે સ્વીકાર કર્યો અને મારા ઉપવાસ મેં તાડ્યા ત્યારે ડો. આંબેડકરને મેં વચન આપ્યું હતું તથા ઈશ્વર સમક્ષ મારા હૃદયની ગુહામાં મેં નિર્ધાર કર્યો હતો કે ઉપર જણાવેલા ઠરાવના યથાયોગ્ય પાલન માટે તથા કરારના સવર્ણ હિંદુઓ બરાબર અમલ કરે તે માટે હું મારી જાતને જમાન ગણીશ. અસ્પૃશ્યતાના નિવારણને અંગેના મારા પ્રયત્નમાં હું કોઈ પણ રીતે શિથિલતા આવવા દઉં' અથવા ઉપવાસ કરવાનો મારો વિચાર છોડી દઉં' તો મેં વિશ્વાસભંગ કર્યો અને હરિજનોને દગો દી કહેવાય. હું ઈચ્છું છું કે મૂંગા