પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી અને લાચાર હરિજનને દિલમાં એમ વસે કે હજારો હિંદુ સુધારકો, જેએ પાતાને સનાતની કહેવડાવનાર કેાઈ પણ હોઈ શકે તેટલા જ આગ્રહી હિંદુ ધર્મને માટે અને તેના પાયામાં રહેલાં શાસ્ત્રોને માટે છે, તેઓ અસ્પૃશ્યતાના જડમૂળથી નાશ કરવા માટે જરૂર પડે તો પ્રાણ પાથરવા મારા કરતાં જરાયે ઓછા તયાર નથી. તેથી મારે માટે અથવા જેઓએ પોતાના મેઢાના શબ્દથી અથવા હાથ ઊંચા કરીને ઠરાવને અપનાવ્યા છે તેમને માટે, અસ્પૃશ્યતા નામશેષ થઈ જાય ત્યાં સુધી પગ વાળી બેસવાપણું નથી. અસ્પૃશ્યતાની ભસ્મમાંથી જ હિંદુ ધર્મ પાંગરવાને છે; એ રીતે શુદ્ધ થઈ ને તે દુનિયામાં એક જીવંત અને જીવનદાયી બળ બની શકશે.