પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પદ્મજા “સર્વર્સ ઑફ ઈન્ડિયા સાસાયટી માં હવાફેર માટે રહે છે, અને દર અઠવાડિયે બાપુને માટે સરસ મોસંબી --' રૂ ૨ મોકલે છે. એના અક્ષર વાંચવા કઠણુ. ગઈ વખતે બે ત્રણ શબ્દો વાંચતાં કેટલીય મિનિટ ગઈ હતી. એટલે આપુએ ટકોર કરી હતી કે મારા અક્ષર ખરાબ છતાં તારા કરતાં તો સારા. અને માના ગુણોનું અનુકરણ થાય, અવગુણાનું થોડું જ અનુકરણ થાય છે ? આજે એ કાગળના જવાબ સુંદર અક્ષરે લખેલા આવ્યા. એ કાગળ બધી રીતે સરસ છે, પણ એમાં એક વસ્તુ અસાધારણ અગત્યની હતી. * આ અઠવાડિયે મને મળવા આવનારમાં બે મેટા ધારાશાસ્ત્રીઓ અને રાજદ્વારી પુરુષે હતા -- શ્રી સી. પી. અને શ્રી જ.. રજાને એમના આદર્શ એવા છે કે એક હાથમાં જાઈનાં ફલેને ગુરછે અને બીજા હાથમાં લટ્ટ ડંગોરો લઈને રખડવું. શ્રી જ.એ આજે તમારે વિષે ભારે ભવિષ્ય ભાખ્યું. પણ એ વિષે હું અહીં નહીં લખું. તમને જ્યારે એ છેલ્લા મળેલા ત્યારે તમે બુદ્ધની પેલી અદ્દભુત વાર્તા એમને કહેલી, જેમાં પોતાના એક પૂર્વજન્મમાં બુદ્ધ પોતાનું શરીર એક ભૂખ્યા વાઘની આગળ ધરી દે છે. તે વાત ઉપરથી પોતાની ભવિષ્યવાણી તેમણે રચી લાગે છે. એ વાર્તામાં પ્રેમને જે સુંદર આદર્શ રજૂ થાય છે, તેવા દુનિયાના બીજા કાઈ પણ સાહિત્યમાં હશે કે કેમ એ વિષે મને શંકા છે. તે આદર્શને દુનિયા આગળ મૂર્તિમંત કરવાનું તમારા ભાવિમાં કદાચ નિમાયું હોય.” | આની ઉપર ઠીક ચર્ચા અને તર્કવિતર્ક ચાલ્યા. બાપુએ કહ્યું : * સ્ત્રીસ્વભાવ પ્રમાણે ન કહેતાં કહેતાં એણે કહી દીધું. સી. પી.ની પાસેથી જયકરને ખબર મળી હોય અને જયકરે ભાવિના પડધા આ છોકરીને સંભળાવ્યા હોય અને પોતાના મેળવેલા જ્ઞાનને ભવિષ્યવાણી તરીકે રજૂ કરી હોય.” ગમે તેમ હોય, બુદ્ધ ભગવાનના પૂર્વાવતારનો દાખલ બાપુનાં ભાવિ પગલાંને લાગુ પાડવાની કુમાશ, સૌજન્ય અને કવિત્વ જ. માં છે એ જાણીને મને બહુ આનંદ થશે. આમ આ વાત ફેલાવા લાગી છે એમ પણ સહેજે અનુમાન થાય છે. એમાંથી અનેક તર્ક વિતર્કો ઊઠયા.