પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ૦ અ'તરશુદ્ધિ વિના અનશન રાક્ષસી પાસે પડ્યોપાથર્યો છું જ, પછી રડશા કાને? આશ્રમ શોભાવને, શરીર સાચવજો અને સેવામાં વાપર્યા કરો.” વાલજી અને દૂધીબહેનને :

  • તમારી ઉપરની મારી અનહદ શ્રદ્ધાને તમે જાણો છે. એ બધી સિદ્ધ કરવાનું બળ ઈશ્વર તમને આપો. મહાયજ્ઞને સારુ સચવાય તેટલું શરીર સાચવજે.”

ગંગાબહેનને : . ૪૬ મારા યજ્ઞથી મુદ્દલ ભડકતાં નહીં, ઉશ્કેરાઈ પણ ન જવું. એવા યજ્ઞ તમારી બધાંની પાસે કરાવવા છે. તમે કરી શકશે એવી શ્રદ્ધાથી દેહ છોડીશ, જે છટવાના હશે તો. ઘણાંયે પાપના થર ચડ્યો હોય તેનું પ્રાયશ્ચિત્ત એ જ રીતે થાય. આવાં વ્રતનું અનુકરણ ન થાય. પોતાના અંતરમાં ઊગે તો જ પાર ઊતરે. અંતરશુદ્ધિ ન હોય છતાં ઊગે તો તે અનશન રાક્ષસી હોવાનો સંભવ છે. તેથી જ આવા યના પ્રથમ અંતરશુદ્ધિ થઈ હોય તો જ કરાય. એવી શુદ્ધિ મેળવવાને સારુ આશ્રમની હસ્તી છે. છે પણ તમે તે કહો છે કે તેની નિંદા બહુ સાંભળો છે. એ નિંદા સહન કરવી. નિંદાની પાછળ જેટલું સાચું લાગે તેટલું પકડી લેવું ને સુધારા કરવા. ખાટું લાગે તો તે વિષે તટસ્થ રહેવું. માણસને જેવું લાગે તેવું કહેવાનો અધિકાર છે. અને કેાઈ તો કેવળ દ્વેષભાવે પણ નિંદા કરે. એવી નિંદાનો તે વિચાર સરખાયે શા કરો ? તમારી અશાંતિ વિષે. તેનાં બે કારણ છે : એક તો તમારા પિતાના કામથી તમને સંતોષ નથી રહેતા. થઈ શકે છે તેથી બહુ વધારે કરવાના લાભ છે. હદની અંદર એ લાભ સારો છે, હદ ઉપરાંત જાય ત્યારે એ દુ:ખ દે છે. એથીયે વધારે અશાંતિનું કારણ તમારી અસહિષ્ણુતા છે. જેટલું તમે કરી શકે છે તેટલું બીજા ન કરે – અથવા તમારું ન માને એટલે તમને અકળામણ થાય છે. એનું ઔષધ સહેલું છે. જેટલું કામ તન-મનથી કરતાં થઈ શકે તૈટલાથી સંતોષ વાળા ને આગળ વધાય તેટલું વચ્ચે જવું. આટલું જાણવું કે જેટલા અધિકાર વેદ જાણનારને સ્વર્ગે જવાના છે તેટલા જ ભગીનું કામ કરનારને છે. પણ જે વેદ જાણનાર કેવળ વેદિયા કે પાખંડી હોય તે ગમે તેટલા વિદ્વાન હોય છતાં નરકમાં પડે ને ભંગી બ્રહ્મ અક્ષર ન જાણે છતાં ઈશ્વરાર્પણુબુદ્ધિથી પાયખાનાં સાફ કરે તે અવશ્ય ઊ ચે ચડે. આ સંતોષ તો એક ઔષધ. બીજું ઉદારતા. પોતે ઇચ્છીએ કે કરીએ તેટલું" બીજા ન કરે તોયે મનમાં માઠું ન લગાડવું. આમ કરીએ તો જ સમાજમાં નિકટ રહેતાં છતાં શાંતિ જાળવીએ. આ