પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૧ વીર અને સાધુ રામદાસ કાગળ નાથ સાથે બેચાર વાર વિચારી જજે. તમે શાભો – આશ્રમને શાભાવો.” પુત્રવધૂ નીમુને : - “ તું જરાય ગભરાતી નહીં. રામદાસ જેવા વીર અને સાધુ તને સોંપ્યા છે પછી તું શું કામ ગભરાય ? મને કયાં લગી સંઘરવાના હોય, અથવા હોય તો તે તો રાજ તમારી બધાંની પાસે વસે છે. દેહ તો જડ છે. તેને શું કરશે ? રામદાસની સાથે બે કલાક શુક્રવારે બેઠા હતા. તેણે જરા પણ ગભરાટ નહોતો બતાવ્યો. પિતા અને શિક્ષક તરીકે હું કુલાયે. તું પણ તેવી જ બનજે અને બાળકોને સંભાળજે. ઘીદૂધ લેતી રહેજે.”

  • ચિ. નાનીબહેન ઝવેરી : .

૬૮ આટલા બધા દિવસ લગી મને પત્ર વિના ટગટગાવ્યો તેની માફી તો ન જ દેવી જોઈએ. પણ યજ્ઞનો આરંભ કરતી વેળા તો મહાવેરીને પણ માફી દેવાય તો જ યજ્ઞ ફળે એટલે તમારા જેવી દીકરીઓને માફી ન દઉં તો મારાં હોતાં જ ઊડી જાય ના ? ” લક્ષ્મી (પુત્રવધૂ )ને : “ કયા જાને ઈશ્વર કયા કરના ચાહતા હૈ. મેરે યજ્ઞસે . તુચ્છે ધબરાનેકા નહીં હૈ. દેખો દેવદાસને જૈસા સુંદર ખત અખબારમે' નિકાલા હૈ ? વહુ ઘબરાયા નહીં હૈ, પરંતુ હર્ષએ' આ ગયા હૈ. ઔર હોના ભી ઐસા હી ચાહિયે. ધર્મક કારણ દેહુકા બલિદાન દેનેકા અવસર સિક કવચિત હી મિલતા હૈ. ઈશ્વર તુમ સબકા કલ્યાણ હી કરેગા. ઔર ઉસકી ઈરછા હોગી તો ઈસ મૃત્યુશસ્થા પરસે મેં ઉઠ ખડા હો જાઊગા.” વિનાબાના કાગળ આ દિવસેામાં આવ્યા હતા. તેમાં પોતાના ગ્રામપ્રચારનું વર્ણન હતું. જસ્ટિ: રાજાનો મવતિ કહીને કૃતયુગમાં ‘ ચર’વાનો ધમ છે અને આપણે કુતયુગી થવું જોઈએ એવો ભાવ કાઢવ્યો હતો. તેને લખ્યું : કૃતયુગી વિનાબા, - “ તમારા કૃતયુગના દ્વેષ કરવાનું કાંઈ કારણ નથી. કેમ કે અમારી પાસે પણ કયુગી સરદાર છે એટલે તમારાથી ઓછામાં ઓછા એક મૂડી વધ્યા જ ના ? તમને ખબર છે કે સરદાર તો ઘણી વખત ચાલેલાં જ કરે છે ? પિતાનું નીપજે તો ખાય પણ ચાલતાં જ અને કાંતે પણ ચાલતાં જ. ઘરડે ઘડપણુ ગીતા તા ચાલતાં ગોખે જ છે. ઉચ્ચારને સારુ તમારી પાસે મેકલવા જોઈએ, ને તમારા હાથમાં એક તેતરની સેટી મૂકવી જોઈએ. પણ એ લહાવો તો તમને મળે ત્યારે !