પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પર કૃતયુગી વિનાના * તમે ગરીબોને ઠીક ફેસલાવતા લાગે છે ! મારા જેવા ગરીબ જ્યારે તમારા કાગળની ઝંખના કરે ત્યારે તેને લખવું જ નહીં અને જ્યારે તે મૃત્યુચ્યા ઉપર સૂવાની તૈયારી કરે ત્યારે તેને લખવું, “હવે આરંભ કર્યો છે એટલે નિયમસર લખીશ.’ પણ દૈવ જાણે કૃતયુગીની પ્રતિજ્ઞાઓ ખાટી થતી નથી જાણી. એટલે તમારા પ્રતિજ્ઞાપાલનને ખાતર મારે આ પથારીએથી ઊઠવાનું હોય તો ભલે. તો તમારા કાગળા નિયમસર મળ્યાં કરવાની આશા રાખીશ. “ આમ ટાયલું કરીને ગંભીર કાગળો લખી રહ્યો છું. એમાંથી મન ખેંચ્યું અને સાથે સાથે એ પણ સૂચવ્યું કે તમારા કામને વિષે કયાંય ટીકા કરવા જેવી નથી. જણાવજો. જો અગ્નિપરીક્ષામાંથી દેહ અને જીવ બંને પસાર થઈ નીકળશે તો કંઈ લખવા જેવું હશે તો લખીશ. તમારો કાગળ સાચવું છું.” - આજે સવારના પડારમાં પ્રાચીન સમયમાં આકાશમાંથી તપસ્વીઓ ઉપર પુષ્પવૃષ્ટિ થતી હતી એવી જ આ ગણાય ના ? ખ્રિસ્ત સેવાસંઘના ભાઈ એ અને બહેનોએ બાપુને માટે ફેલા મોકલાવ્યાં. એના ઉપર “ બાપુજીને, ખ્રિસ્ત સેવાસંધનાં ભાઈ ઓ અને બહેનો તરફથી’, એટલું જ હતું. બાપુએ લખ્યું : "Dear Brothers and Sisters of Christ Seva Sangha, "Without your gift of flowers I knew that I had your hearts and prayers with me. All the same I treasure this physical token. My love, Bapu' ખ્રિસ્ત સેવાસંઘનાં વહાલાં ભાઈઓ તથા બહેનો, - લેની ભેટ વિના પણ હું જાણું છું કે તમારા હૃદય અને તમારી પ્રાર્થનાઓ મારી પાસે જ છે. છતાં તેનું આ પ્રતીક હું કીમતી ગણું છું. પ્યાર, બાપુ ” નાની કુસુમે પૂછેલું કે બાળાઓ માંદી પડે છે ત્યારે એને તુરત પરણાવી દેવાની વાત કેમ કરતા હશે ? અને છોકરા માંદા પડે છે ત્યારે પરણાવવાની વાત નથી કરતા. એને લખ્યું : “મારા વ્રતથી તારે ગભરાવાનું નથી. તારા ધર્મ પૂરતો આરામ લઈ તારું શરીર બાંધવાનો છે. આ વિષે વધુ શું લખું ? છોકરીઓ માંદી પડે ત્યારે પરણાવી દેવાની વાત કાઢનાર અજ્ઞાની છે. પરણેલી સ્ત્રીઓ જેટલી માંદી રહે છે તેટલી માંદી કુમારિકાઓ