પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૪ દરિદ્ર કણ અને ધનવાન કેશુ ? રામેશ્વરદાસને : “ મેરે યજ્ઞકા સુનકર નાચ, આર રામનામ પર આધક વિશ્વાસ રખા. દેખે વહ કહ્યા કરતા હૈ. અનશન મેરા નહીં, રામકા હિં. ચિતા મુઝે નહીં, ઉસકે હૈ. યદિ નિલ હુઆ તો નિંદા ઉસકી હોગી, મેરી નહીં. સફલ હુઆ તો ઉસે સ્તુતિ નહીં ચાહિયે ઇસલિયે ઉસકે દ્વાર પર પડા હુઆ ભિખારી મેં ઠૂંગા.” કનૈયાલાલને :

    • દરિદ્ર વહ હૈ જિસમેં શુદ્ધ પ્રેમની ખુદ તક નહીં હૈ. ધનવાન વહ જિસકે પ્રેમમે' જતસે લેકર મસ્ત હાથી સમા સકતા હૈ. નાસ્તિક વહ જે શરીરને બાહર વિશ્વવ્યાપી આત્માકા નહીં પહચાનતા. આસ્તિક વહ જે હર જગહ આત્માકે સિવા ઔર કુછ દેખતા નહીં.”

બાબલાને : “ કૃષ્ણને પૂછનાર એક જ અજુન એટલે તેને બધા મલાવી કાં ન સૂઝે? ને વળી કૃષ્ણ રહ્યો જ્ઞાની, હું રહ્યો થોડા જ્ઞાનવાળા, ને પૂછનારા અજુન કેટલા? ગણ જોઈ એ. બધાયને થોડું થોડું” વહેંચી દઉં તો કેવડી ને. કેટલી ગીતા થાય ? કેમ કે કૃષ્ણને તો એક જ વાર પુછાયું. મને તો આટલા અર્જુન દર અઠવાડિયે પૂછે.” સરજિની દેવીને કાગળ લખ્યો તેમાં ક્રાઈટેરિયાનો ઉલ્લેખ છે. એ વિષે બાપુ કહે : “ એ નામના રેસ્ટોરાંમાં વિલાયતમાં ૧૯૧૪માં એ રહેતી. તે વેળા એના ભભકાના પાર નહોતો. પણ મને મળવા આવતી ત્યારે તદ્દન સાદા વેશમાં આવતી અને મારી આગળ ભાંય ઉપર બેસતી. હું પણ તે વેળા નીચે જ બેસતો હતો. એનામાં એક પ્રકારની સચ્ચાઈ જે તે વેળા જેઈ હતી તે આજ સુધી જોઈ છે. એ બાઈ મુંબઈનાં તોફાનોમાં વીરાંગનાની જેમ ખૂઝી હતી. એ બાઈ એ કેંગ્રેસના પ્રમુખનું પદ પણ શાભાવેલું. એનામાં અહ'તાના છાંટા નથી.” - બાની વાત નીકળી. મેં કહ્યું : “ બા તો કદાચ આપની સાથે ઉપવાસ કરી બેસશે, અને એ ઉપવાસ કરે તો એમને કાઈ ન કહી શકે અને એની સામે વાંધો પણ ન લઈ શકે.” બાપુ મૌન હતા, પણ હકારમાં માથું ધુણાવ્યું. પણ આજે બાનો કાગળ આવ્યા, એ ઉપરથી એ ભારે વ્યાકુળ થયા હોય એમ જણાય છે. બાએ આવેશમાં ને આવેશમાં આકરાં વચને બાપુને કહ્યાં છે.