પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભૂલ સુધારવાની ઈશ્વરદત્ત શક્તિ "I wrote to you a month ago inquiring about your health. I wonder if you ever got my post card." * પ્રિય મિત્ર અને ભાઈ, | “ મંગળવારે પરોઢિયે ત્રણ વાગવાને થોડી વાર છે ત્યાં હું આ લખી રહ્યો છું. ગુરુદેવને એક ટ્રક કાગળ હમણાં જ પતાવ્યા. “ આ વેદનાના દિવસે દરમિયાન તમે હંમેશાં મારી સન્મુખ રહ્યા છે. તમારા વિચારો પણ કદાચ હું વાંચી શકું છું. તમારે માટે મને કેટલું માન છે તે તમે જાણે છે. જોકે કેટલીયે બાબતો ઉપર આપણા વિચારોમાં ધ્રુવના બે છેડા જેટલું અંતર છે, અથવા એમ દેખાય છે, છતાં આપણાં હૃદય એક છે. એટલે જ્યારે જ્યારે તમારી સાથે સંમત થઈ શકું છું ત્યારે ત્યારે મારે માટે એ શુદ્ધ આનંદનો વિષય બને છે. મારું આ પગલું તો કદાચ તમારે માટે છેલ્લા તરણા સમાન નીવડે. એમ બને તોપણ તમારા જખમમાં હું હિસ્સો લેવા માગું છું. કારણ તમે મારે માટે પ્રયત્ન કરવા માડી દો એમ હું ઇચછતો નથી. મારા મોટાભાઈનાથી હું ધારું છું હું ચૌદ વરસ બહિષ્કત રહ્યો. દર વર્ષે રજિસ્ટર પાસ્ટથી તેઓ મારી ઉપર ગાળા મેકલતા. તેમની ગાળાથી મને તે આનંદ જ થતો. કારણ એ ગાળા પ્રેમની ચિનગારી જ હતી. છેવટે હું તેમને જીતી શકયો. પોતાના મરણ અગાઉ છ મહિના પહેલાં તેમને પોતાની ભૂલ જણાઈ અને લાગ્યું કે મારી વાત ખરી હતી. તેમના ગુસ્સાનું એક કારણ તો આ અસ્પૃશ્યતાનો સવાલ જ હતો. આપણી બાબતમાં ભૂલ કોની છે તે હું જાણતો નથી. પણ હું એટલું જાણું છું કે તમે મારા સગા ભાઈ જેવા છે. સંભવ છે કે આ મારા અન્તકાળ પણ હોય. એ વખતે પણ મારે માટે પ્રયત્ન કરવાનું તમારે છોડવું જોઈએ નહીં. તમારી ગાળા અથવા તો તમારા આશીર્વાદ તમે મને મોકલો. તમને એમ લાગે કે મારી વાત છેટી છે તો બીજા નિષ્ફળ ગયા છતાં કદાચ તમે મારી આંખ ઉઘાડી શકે. તમે મને એટલો સારી રીતે તો ઓળખો જ કે મારે વિષે એટલું તમે માનો કે મારી જે ખાતરી થાય તે ભૂલ સુધારવાની ઈશ્વરદત્ત શક્તિ મારામાં છે. મને કાગળ લખે અથવા તો તાર કરો. “ એક મહિના પહેલાં મેં કાગળ લખીને તમારી તબિયતની ખબર પુછાવી હતી. મારું એ પોસ્ટ કાર્ડ તમને મળ્યું છે ખરું ? ” " Dear Gurudev,. "This is early morning 3-00 o'clock of Tuesday. I enter the fiery gate at noon. If you can bless the effort, I want