પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભવિષ્યના એાળા સી. પી.ને મુંબઈ મોકલ્યા હોય તે લિબરલેનો સહકાર આ ભાવિ આફતમાં મેળવવાને માટે હોય ? આ વસ્તુ વાઈસૉયની કાઉન્સિલમાં ચર્ચાઈ હોય ? એ લોકોએ તયારીઓ તો ઘણી કરી રાખી હોય, પણ તે શી તેની ક૯પના નથી આવતી. બાપુ કહે : “ એ લોકોએ ૧૯મીએ છેડી દેવાનો વિચાર રાખ્યા હોય કે જેથી એમના ઉપર કશે જે પડે નહીં.” હસતાં હસતાં કહે : 4% એટલે જુઓ, અમે તા ૧૯મીએ ચાલ્યા, પછી રહેજો તમે બંને એકલા.” વાત આમ ચાલ્યાં કરત પણ રામાનંદ ચૅટરજીના કોમી ચુકાદા. ઉપરના ઊંડા અભ્યાસથી ભરેલા લેખ “મોડર્ન રિવ્યુ’માં આવ્યા છે તે. વાંચવામાં વખત ગાળવા એ વધારે લાભદાયક મનાયું. - આ કાગળના જવાબ આપતાં બાપુએ પદ્મજાને લખ્યું : "Your mention of that magnificent story of the Buddha brings to my mind many sacred things. Yes, I do dream many dreams. All may not be airy nothings. Or I would be crushed under the weight of the love I appropriate from people of all sorts and conditions, men, women, boys and girls." in “ બુદ્ધની જે ભવ્ય વાર્તાને તે ઉલ્લેખ કર્યો તે ઉપરથી ઘણી પવિત્ર વસ્તુઓનું સ્મરણ થાય છે, હા, હું એવાં ઘણાં સ્વપ્નાં સેવું છું. એ બધાં સ્વપ્નાં કેવળ હવાઈ કિલ્લા નથી. એમ હોય તો તો હું જાતજાતના પુરુષો, સ્ત્રીઓ, બાળકે અને બાલિકાઓને જે પ્રેમ ભોગવી રહ્યો છું તેના બેજા. નીચે કચરાઈ જ જાઉં.” આ કાગળ પછી દિલીપના દાખલે આખો દિવસ યાદ આવ્યાં કર્યો, અને ગાયાં કીધું : બાજી હા, તન મન ધન બાજ; બાજી ખેલું પીવસે રે, પ્રેમ લગાય. હારી તો ભઈ પીવઝીરે, જીતી તો પીયુ મોર હો, તન મન ધન બાજી, . . . ને: “ તું કાં તે લુચી છે, કાં તો મૂરખ છે. વિકાર ન સમજે? દાળ ખાવાથી થતા વિકાર અને સ્પર્શેવિકાર, બંને બગાડ છે. બંને સમાન વહન (?) માં ફેરફાર કરે છે. એક વિકાર બાહ્ય સ્થૂળ વસ્તુ પેટમાં નાખવાથી

  • આ ભજન કોનું છે અને એના પાઠ બરાબર છે કે કેમ તે વિષે ખાતરી કરી શકતો નથી. - સ