પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુરુદેવને આશીર્વાદ કાકાને :

  • મારી અગ્નિપરીક્ષાનું તો સાંભળ્યું જ હરો. સાંભળીને ખૂબ હર્ષ થયા હશે. શાકનું કારણ હોય જ નહીં. અનશન ને અશન બંને એક જ છે, જેમ જન્મ અને મરણ એક જ છે. પણ કેાઈ સાથી કેવળ ધમને સારુ દેહ છોડે તો તે શોકનું કારણ હોઈ જ ન શકે. એવો અવસર કાઈકને જ કાઈક વખત આવે છે. તેને તો વધાવી લેવા જોઈએ. તેથી તમે વ્યાકુળ ન થતાં વધારે જાગ્રત, વધારે કર્તવ્યપરાયણ થજે. શરીર વધારે સારું બનાવી બહાર નીકળજે. ઘણી આહુતિઓ અપાશે ત્યારે જ અસ્પૃસ્યતારૂપી મેલ નીકળશે.”

ઈશ્વરની કૃપા અપાર છે. રવિબાબુનું બાપુએ પ્રભાતે જ સ્મરણ કર્યું. એમના આશીર્વાદ આપનારા કે નારાજી દર્શાવનારા કાગળની વનવણી કરી. અને એ કાગળ હું જેલરને આપું છું ત્યાં જ તેની પાસેથી મને એક તારાનો થેકડો મળે છે, તેમાં રવિબાબુને આ પ્રમાણે તાર છે :

    • આપણા દેશની એકતા ખાતર અને આપણા સમાજની અખંડિતતા માટે કીમતી જીવનનું બલિદાન આપવા જેવું છે. આપણા રાજ્યકર્તાઓ ઉપર તેની શી અસર થશે તે આપણે કલ્પી ન શકીએ. આપણા લોકોને માટે આ વસ્તુ કેટલી મહત્ત્વની છે તે એ લોકો ન સમજી શકે. છતાં એટલું તો નક્કી છે કે આવા અછિક બલિદાનની આપણા દેશબાંધવાનાં હૃદય ઉપર જે ભારે અસર થશે તે નિષ્ફળ નહી જાય. હું ઉતકટ આશા સેવું છું કે આવી રાષ્ટ્રીય આપત્તિને તેની છેલ્લી હદ સુધી પહોંચવા દેવા જેવા કઢાર અમે નહીં થઈ એ. અમારાં દુઃખી હૃદય તમારી ભવ્ય તપશ્ચર્યાને પૂજ્યભાવ અને પ્રેમ સાથે અનુસરી રહ્યાં છે.

રવીન્દ્રનાથ ટાગાર” એટલે બાપુએ તારની ઉપર લખ્યું : "10-30 A. M. Just as I was handing this to the Superintendent I got your loving and magnificent wire. It will sustain me in the midst of the storm I am about to enter. I am sending you a wire. Thank you ! e M. K. G.' “ સવારના સાડા દસ. હું સુપરિન્ટેન્ડન્ટને તમારા ઉપર લખેલો કાગળ આપવા જતા હતા ત્યાં તમારા પ્રેમાળ ને ભવ્ય તાર મને મળ્યા. થોડા જ વખતમાં જે અગ્નિપ્રવેશ હું કરવાનો છું તેમાં એ મને ટકાવી રાખશે. હું તમને તાર મોકલું છું. આભાર. મેe ફ૦ ગાંધી "