પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉઠ જાગ મુસાફિર સવારે ભગવદ્ ગીતાનો પાઠ કરવાની શરૂઆત કરતાં ધ્રુસકે ધ્રુસકે રાવાઈ જવાયું. ત્યાં મારા જેવા ટિસ્ટ g૪ મી એમના ઉપવાસના આરંભે ગીતાપાઠ કરનાર, એટલી જ લાગણી હતી. બાર વાગ્યા એટલે રેહાનાબહેનનું પ્રિય ભજન “ ઉઠ જાગ મુસાફિર ભાર ભઈ” ગાઈને ઉપવાસ શરૂ થયા એમ જાહેર કર્યું. કહે કે “ ચુકાદા રૂપી ચીડિયાં ખેત ખાઈ રહી છે, આપણે ઊડીને જાગીએ નહીં તો મરશું.” આ પછી એક વાગ્યે ડેઈલ આવ્યા. એણે કહ્યું : “ તમારા નિશ્ચય કાયમ છે ?' બાપુ કહે: ‘‘ હા.” ત્યારે એ કહે : “ સરકારે તમારે વિષે આ નિવેદન બહાર પાડવાનો નિશ્ચય કર્યો છે. સીમલામાં આજે એ નિવેદન થશે.” બાપુ કહે : “ બરાબર. હું રાજી થયો, પણ તમારા ઉપર કામના બાજો તૂટી પડવાને.' બીજી થોડી વાતો થઈ પણ તે મેં સાંભળી નહીં. પછી દેવદાસની વાત નીકળી. ડેઈલે પૂછયું : “ તમારો દીકરો આવ્યો હતો તે ક્યાં જન્મેલો ? એની ઉંમર ? ” - બાપુ કહે : “ એ મેંફિકિંગ ડે ને દિવસે જન્મેલે. મારી સ્ત્રીની સુવાવડ મેં જ કરેલી. ડૉક્ટરને બોલાવું તે પહેલાં જ એને અતિશય વ્યથા થવા માંડી. મેં સુવાવડ કરાવી, નાળ કાપી અને બાળકને સાફ કર્યો ત્યાં ડૉક્ટર આવ્યા. ડોકટરે કહ્યું બધું બરાબર થયું છે. બીજો છોકરા આદિકા છે, ત્રીજો રામદાસ, ચેાથે દેવદાસ. પહેલા તો ઊંધે રવાડે ચડેલે છે.” પછી પેાતાના પૌત્ર કાંતિને કાગળ આવેલ તે ડોઈલે વીસાપુર માલેલે અને તેની તપાસ થઈ રહી છે તે વિષે હસતાં હસતાં કહે : « મારા પૌત્રનો કાગળ તમે વીસાપુર મોકલ્યા. મને તો એ મળ્યા જ નહીં એની એ ફરિયાદ કરે છે.” | શેતાની રીતે મલકાઈને પેલે કહે : “ અરે, એ તો તમારા પાતરાનું સર્ટિફિકેટ માનીને મે રાખ્યા છે. અને એ મે' ગવર્નમેન્ટમાં બતાવ્યા કે જુએ મારી જેલ કેવી ચાલે છે, તે વિષે આ ગાંધીના પાતરાનું સટિકિટ છે ! '

  • ઍકિકિંગ એ દક્ષિણ આફ્રિકાનું એક નાનું શહેર છે. એ બ્રિટિશાના કબન માં હતું અને તેના ઉપર બેઅર લોકેને ઘેરે ઘણા મહિના સુધી રહેલા સને ૧૯૦૦ની ૧૭મી મેના રોજ એને છુટકારો થશે. એ પ્રસ'ગ આખા ઇંગ્લડમાં ખૂબ ધમાલ અને ઘાંધાથી ઊજવવામાં આવ્યા હતા. -૦