પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આંબેડકરની માગણીઓ ઘડી, એ વધારેમાં વધારે બહુમતીને અભિપ્રાય છે એવા વડાપ્રધાનને તાર કર. એની પાસે ચુકાદો બદલવાની માગણી કરવી, અને દેશમાંથી સ્થળે સ્થળેથી માગણી કરાવવી. કાલે સાંજે બાપુને બહુ અશક્તિ હોય એમ મને લાગેલુ. પણ આજે સવારે તો સાવ તાજા હતા અને અમારી સાથે બહુ ૨૨–૬–' રૂ ૨ જ ઉત્સાહ અને આવેશપૂર્વક વાતો કરી. આંબેડકરની સાથે મસલત કરીને ઘડેલી યેાજનાનો એક ભાગ ખૂબ ચુસ્યો પછી અમને ઠીક ખખડાવ્યા અને કહ્યું : “ તમે ખૂબ સમજી લે, મારો વિરોધ કરવો ઘટે તો વિરોધ કરો અને વિરોધ ન હોય તો બીજાઓની સાથે ઝઘડે.” રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે આવ્યા. તેમની સાથે એ જ વસ્તુની ચર્ચા થઈ કે એક બેઠક માટે ત્રણ કે ચાર ઉમેદવારોની પ્રાથમિક ચૂંટણી અલગ મતદારમંડળથી કરવાની યોજના થોડી નહીં પણ બધી જ બેઠકોને લાગુ પાડવી જોઈએ. રાજાજી માણસ ભારે વિવેકી અને વિનયી લાગ્યા. આંબેડકર અને એને બારમે ચંદ્રમા કેમ છે તે સમંજાય છે. આ માણસનું હાડ હિંદુ છે, પેલા માણસનું હાડ નાસ્તિકનું છે. તેજબહાદુર અને જયકર સાથે એ જ વિષય ઉપર વાતો કરી બંનેને પિતાના મતના કરી લીધા. માત્ર રાજા અને રાજેન્દ્રબાબુને બધી બેઠકો માટેની પ્રાથમિક ચૂં ટણી અલગ હોય એ વાત ગળે ન ઊતરી : “ ગમે તે ભાગે અમે તમને બચાવવા ઇચ્છીએ છીએ. કારણ તમારા બચવામાં અમૃાને બચાવ છે. એટલે હવે તમે બચે એ માટે તમારે જે કરવું ઘટે તે કરજો.” સાંજે આંબેડકર તેમના ત્રણ અનુયાયીઓ સાથે આવ્યા. એ માણસની ઉદ્ધતાઈનું પૂરેપૂરું પ્રદર્શન થયું. ઉદ્ધતાઈ તો ફરી ફરીને તેના બેલમાં આવતી હતી : “ દેશમાં બે ભિન્ન ભિન્ન વિચારધારાવાળા લોકેા છે એ આપણે ગૃહીત કરીને ચાલવું જોઈ એ અને મને મારા બદલે મળવા જોઈ એ. મને બીજી રીતે બદલે મળી રહે એવી સ્પષ્ટ સમજૂતી થાય એમ હું માગું છું. ચુકાદામાં મને ૭૧ જગ્યાએ મળે છે. એ સાચે, સારા અને ચકકસ હિસે છે. (“ તમારા વિચાર પ્રમાણે ” - બાપુ). તે ઉપરાંત સામાન્ય મતદારમંડળમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો મને હક મળે છે. વળી મજૂરીના મતદારમંડળમાં પણ મને મત મળે