પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

| ૭૧ પ્રજામતવાદીઓમાં હુ’ શિરેમણિ પણ પૂરતી જગ્યા એમાં મને મળતી નથી. વળી તમે તો અમુક બેઠક માટે જ બે જુદી જુદી ચૂંટણીઓનો વિચાર કરી છે. એ રીતે બન્ને પક્ષને સંતોષ છે. એક ચૂંટણી એકલા હરિજન મતદારો તરફથી પ્રાથમિક સ્વરૂપની થાય અને બીજી સંયુક્ત મતદારમંડળથી થાય. મારે એક પક્ષનું હિત નહીં પણ આખી અસ્પૃસ્ય કામનું હિત આંખમાં તેલ આંજને સાચવવું છે. મારે અસ્પૃસ્યાની સેવા કરવી છે. તેથી જ તમારી સામે મને જરાયે રોષ નથી. તમે કોઈ અપમાનજનક અથવા તો ક્રોધજનક શબ્દ વાપરો છે ત્યારે મારા દિલને તો હું એમ જ કહું છું કે તું એ જ લાગતા છે. તમે મારા મોં ઉપર ધૂકે તોપણ ગુસ્સો ન કરું. ઈશ્વરને સાક્ષી રાખીને હું આ કહું છું, એટલા જ માટે કે તમને જીવનમાં બહુ કડવા અનુભવ થયા છે એ હું જાણું છું. પણ મારા દાવા અસાધારણ છે. તમે તે અસ્પૃસ્ય જન્મેલા છે, પણ હું સ્વેચ્છાથી અસ્પૃશ્ય બનેલો છું. અને એ કામમાં નવા દાખલું થયેલા તરીકે એ કામના હિત માટે એ કામના જૂના માણસોને લાગે તેના કરતાં મને વધારે લાગે છે. અત્યારે મારી નજર સામે મૂંગા અસ્પૃસ્યા - દક્ષિણ હિંદુસ્તાનના “ અગમ્ય' (unapproachables) અને “ અદસ્ય’ (unseeables) ઊભા છે. એ લાગણીથી આ ચેજનાને હું તપાસું છું કે એમાં આ બધાનું શું થવાનું છે ? તમે તો કહેશો, ‘ એની શું કામ ચિંતા કરે છે ? અમે બધા ખ્રિસ્તી અથવા મુસલમાન થઈ જઈશું.' હું કહું છું કે મારો દેહ પડે ત્યાર પછી તમારે જે કરવું હોય તે કરજો. આ ચેાજના વિષે હું કહું છું કે દલિત વગેરે માટે જે એ સારી હોય તો એ અખંડ સારી હોવી જોઈએ. શરૂઆતથી જ આવા બે વિભાગ પાડી નાખવામાં આવે એ મને પસંદ નથી. અસ્પૃશ્ય બધા એક અને અખંડ હશે તો સનાતનીએાના કિલાને સુરગ ચાંપીને હું ઉડાવી દઈ શકીશ અને જમીનદોસ્ત કરી નાખીશ. આખે અસ્પૃશ્ય સમાજ એક અવાજે સનાતનીઓની સામે બંડ કરે એ હું માનું છું. જ્યાં સુધી નિમણુક કરવાનું તમારા હાથમાં છે ત્યાં સુધી સંખ્યાની પરવા તમારે ન રાખવી જોઈએ. હું તે જીવનભરને પ્રજામતવાદી છું. મારી ભસ્મ હવામાં ઊડતી થઈ જશે અથવા જો એમ બનવાનું હોય ને ગંગાજીમાં પધરાવવામાં આવશે ત્યાર પછી આખી દુનિયા કબૂલ કરવાની છે કે પ્રજામતવાદીઓમાં હું શિરોમણિ હતા. હુ આ અભિમાનથી નથી કહેતા પણ નમ્રતાપૂર્વક સત્યનું ઉચ્ચારણ કરું છું. બાર વરસની કુમળી વયે પ્રજાશાસનનો પાઠ હું ભણ્યો છું. અમારા ધરના ભંગીને અસ્પૃશ્ય ગણવા માટે મારી મા સાથે મેં’ ઝઘડે કરેલા. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને