પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

७२ હિંદુ ધર્મની આબરૂ માટે મારે દીકરે મરે અવતરતા મેં જોયા. તમે જ્યારે કહ્યું કે અસ્પૃસ્યાનું હિત મને મારી જિંદગી કરતાં વધારે વહાલું છે ત્યારે તમે ભગવાનના બાલ બાલ્યા. હવે સચ્ચાઈથી એને વળગી રહેજો. તમારે મારી જિંદગીની પરવા ન કરવી જોઈ એ. પણ અસ્પૃસ્યાને ખાટા ન નીવડશે. મારા મરણથી મારું કામ કાંઈ મરવાનું નથી. પરિષદને એક સંદેશો આપવાનું મેં મારા દીકરાને કહ્યું છે. તેમાં મેં એને કહ્યું કે મારી જિંદગી જોખમાય તે ખાતર અસ્પૃસ્યાનું હિત જતું કરવાની લાલચમાં તું ન ફસાતા. અને મારી ખાતરી છે કે હું મરીશ તો મારી પાછળ મારો દીકરો પણ મરશે. એ એકલે જ નહીં પણ બીજા ઘણા મરશે. કારણ મારે એક દીકરી નથી પણ હુજારા દીકરા છે. હિંદુ ધર્મની આબરૂ બચાવવાને ખાતર જો એ પોતાના પ્રાણ ન આપે તો એ મારા લાયક દીકરો ન ગણાય. અને હિંદુ ધર્મની આબરૂ અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખાડી નાખ્યા સિવાય બચવાની નથી. એ ત્યારે જ થશે, જ્યારે અસ્પૃસ્યાને દરેકેદરેક બાબતમાં સ્પૃસ્ય હિંદુઓના જેટલા દરજજો મળશે. અત્યારે જે ‘અદશ્ય’ ગણાય છે તેને પણ હિંદુસ્તાનના વાઈસરૉય થવાને પૂરો અવકાશ હોવા જોઈએ. હિંદુસ્તાનમાં આવ્યા પછી મેં પહેલું રાજદ્વારી ભાષણ કર્યું તેમાં કહ્યું હતું કે મારે તો કોઈ ભગીને ફેંગ્રેસના પ્રમુખ બનાવવા છે. - “ એટલે હું તમને અપીલ કરું છું કે તમે રકઝક ન કરે. જેવીયે ન ગમે એવી ભૂરી ચીજ મારી પાસે ન લાવો. મારી પાસે તે એવી સુંદર ભેટ લાવો જેથી છાએ મરણપથારીએ પડેલા આ માણસના ઇવમાં કાંઈ ચેતન આવે. પણ એમ તમે તો જ કરો. જો તમને લાગતું હોય કે મારા સહકારની કાંઈ કિંમત છે. ” પછી નીચે પ્રમાણે નિવેદન લખાવ્યું : ડો. આંબેડકરે પ્રાથમિક ચૂં ટણીની જે પદ્ધતિ મને સમજાવી છે અને જે મને આપવામાં આવેલી યોજનાની કલમ ૩ માં દર્શાવાયેલી છે તેમાં મારી પ્રતિજ્ઞાની દૃષ્ટિએ હું કાંઈ વાંધો જોતો નથી. પરંતુ કાઈ પણ યોજના હું છેવટની સ્વીકારું તે પહેલાં એ આખી વસ્તુ સ્પષ્ટ ભાષામાં મુકાયેલી જોવાનું મને ગમે. પછી હું કલમ ૨ ઉપર મારી છેવટનો અભિપ્રાય આપી શકે. તેની ભાષા મને ગમતી નથી. તેમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે. એ કલમના કેટલાક ભાગ સામે તેમ જ તેની ભાષા સામે મારા જે મુખ્ય વાંધા છે તે મેં સમજાવ્યા છે. ‘ મારા વાંધા : (૧) પ્રાથમિક ચૂંટણીની પદ્ધતિ તથા ખાસ અનામત બેઠકે દસ વર્ષ પછી આપોઆપ બંધ થાય. (૨) વસ્તીની સંખ્યા લોધિયન