પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

9૪ હિંદુઓ ઉપર સજાની કલમ એમ નથી, પણ આખા હિંદુસ્તાન ઉપર છે. કારણ કે આખું હિંદુસ્તાન એ કલંકનું ગવાહ છે. એટલે તમારે બધાએ એ બંદગી કરવી કે ગાંધીએ લીધેલું વ્રત પાર પાડજે. હિંદુ માટે મુસલમાન ઈબાદત ન કરી શકે અને મુસલમાન માટે હિંદુ ઈબાદત ન કરી શકે એવું કશું જ નથી. એ જાતની માન્યતા એ ધતિંગ છે. ” બાપુ આ દશ્યથી ખુશ ખુશ થઈ ગયા. મિસિસ નાયડને કહે : “ આ દૃશ્ય ભવ્ય ગણાય.” • આજે આખી કમિટી આંબેડકરને લઈને ચાર વાગ્યે આવવાની હતી. પછી ટેલિફાન આવ્યા : છ-સાડા છ વાગ્યે આવશે. પછી સાડા સાત વાગ્યે આવશે એવા ટેલિફોન આવ્યો. એટલે બાપુ કહે : “ આ તો કાઈ મરવા પડેલા દર્દીની ખબર ઘડીએ ધડીએ આવતી હોય એમ ખબર આવે છે હું મરવા પડેલા દર્દી નથી પણ પેલી સમજૂતી મરવા પડેલી જણાય છે.” બિરલા નવ વાગ્યે આવ્યા અને કહેવા લાગ્યા : * માત્ર રેફરેન્ડમની ઉપર અમે જુદા પડયા છીએ. મને એ મહત્ત્વનું નથી લાગતું એટલે એની ઉપર આપણે તાડી ન શકીએ.” બાપુને આશ્ચર્ય થયું. પછી કહ્યું : “ તમે કાંઈ સમયપત્રક કયું છે કે નહીં ? જેટલી વખત બદલતા જાઓ છો તેટલી વાર વ્રત તૂટે છે. એના કરતાં મને જતો કેમ નથી કરતા ? ” તે બધું ટાળુ* સાડાનવ વાગ્યે આવ્યું. ડોકટરે લાંબી વાત કે ચર્ચાની વિરુદ્ધ હતા. પણ બાપુએ તો આબેડકરને કહ્યું : “ મારી જરાય દયા ખાશે નહીં.” આંબેડકરે પોતાનો કેસ સમજાવ્યા : “ અમારે તો હિંદુઓ ઉપર સજાની કલમ રાખવી છે કે અમારાં દુઃખો એ લેકે દૂર ન કરે તો હરિજનોની મતગણતરી ( રેફરેન્ડમ) માગીએ; એવા રેફરેન્ડમમાં તમને વાંધા શો હોય ? તમે તો મુસલમાનને માટે પણ એવું સ્વીકાર્યુ” હતું. બાપુ કહે : “ તમે તમારી વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરી. એ તમારી પષ્ટતા મને ગમે છે. તમે હિંદુઓ ઉપર તલવાર લટકતી રાખે એ પણ મને ગમે છે. શા માટે ન રાખે ? તમારા અવિશ્વાસ એમાં રહેલે છે. પણ જો તમે ન્યાયથી જોશો તો તમારે પંદર વરસ સુધી એ તલવાર શા સારુ લટકાવવી જોઈએ ? હિંદુઓ તમારી સાથે બરાબર રીતે વર્તે છે કે નહીં એ તો તમને એક વરસમાં જ ખબર પડી જવી જોઈ એ. એને માટે પંદર વરસની રાહ શા સારુ જોવી પડે ? કાં તો તમે