પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમારી આબરૂ ઉપર છેડે ૭૫ અમને અમારી આબરૂ ઉપર મૂકો અથવા ન મૂકે. જે વિશ્વાસ હોય તો તો તમને એક વરસ પછીની મતગણતરી ( હરિજનોની )થી ચાલવું જોઈ એ. બહુ બહુ તો પાંચ વરસની મુદત રાખે. પણ લાંબા ગાળાની તમે વાત કરો છે તે તમે મનમાં ભેદ રાખીને કરે છે એમ જ કહેવાય. તમારી સામે મારા મેટામાં મોટા આરોપ એ છે કે તમે સામી બાજુને એની આબરૂ ઉપર છોડવા તૈયાર નથી. તમે ઝનૂની છે, પણ સામાની આબરૂ ઉપર પણ વિશ્વાસ રાખવાને તૈયાર નથી, એ અસહ્ય છે. એ વિશ્વાસ રાખો તો તમે હમણું રેફરેન્ડમ લે, નહીં તો નવી ચૂંટણી પછી એક વરસમાં રેફરેન્ડમ લે, અને તેમાં અમે હારીએ તો ફરી પાછા પાંચ વરસે રેફરેન્ડમ લેવાય. બાકી પંદર વરસની વાત ખોટી છે. આટલી વાત કરીને હું તમને અપીલ કરું છું કે તમે એ સમજવાનો પ્રયત્ન કરો. પંદર વરસ કે દસ વરસ તમે ઝઘડો લંબાવશે કે પાંચ વરસમાં શાંત કરી દેશે ? હિંદુ તરીકે નહીં', પણ હિંદી તરીકે, અને અવર્ણ તરીકે, અને એક મનુષ્ય તરીકે પણ હું કહું કે આ વસ્તુ તમને અપીલ થવી જોઈ એ. જે મારી પૂરી સચ્ચાઈની તમારી ઉપર કશી અસર થતી હોય તો હું કહું કે અમારી આબરૂ ઉપર અમને છેડે.” આંબેડકરની પાસે આનો જવાબ નહોતા. એ ચુપ થા. બસ હવે કાલે આવશું કહીને ઊડ્યા.

    • આટલી સાદી વાત તમે કેમ ન સમજાવી શકયા ? ” એમ કહીને બાપુ રાજાને વઢયા. રાજા કહે : “ એ તે એ સ્વીકારે એમ નહોતું.” એટલે બાપુ કહે : “ ત્યારે તમારે મને ફેંકી દેવા જોઈતા હતા. એ ન માને, ન માને એવી શું વાત કર્યા કરે છે ? ” દેવદાસને પણ કહ્યું કે તેં કશું સમજાવ્યું નથી ?

બધા ગયા પછી મે બાપુને કહ્યું : “તમે દેવદાસ ઉપર નાહકના ચિડાયા. એ તો મીટિંગમાં મેટો ખળભળાટ કરીને આવ્યા હતા. એણે તો બધાને રડાવ્યા હતા, પેાતે પણ રડવ્યો અને કહ્યું કે મારા બાપે છ મહિના પછી અસ્પૃશ્ય માટે મરવાની પ્રતિજ્ઞા ઊભી રાખીને રેફરેન્ડમના હક આપેલો જ છે.' બાપુ કહે : * દેવદાસને બોલાવ. મારે એક મિનિટ જ કામ છે.” મેં દેવદાસને બોલાવ્યા. બસ દેવદાસ આવ્યો એટલે તે બાપદીકરા અડોઅડ માં લાવીને રાયા ! પછી શાંત થઈ બાપુ કહે : “ મારાથી આવા ધાર્મિક વ્રતમાં ક્રાધ કેમ જ કરાય મેં તને અન્યાય કર્યો. તું તો મને માફ