પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મારી જિંદગી તમારા ખિસ્સામાં બાપુ : “ આ હવે વધારે પડતી દલીલ થાય છે. સીધા મુદ્દો તે આ છે, આની અવેજીમાં શું ? એ વસ્તુ સંયુક્ત મતદારમંડળો કરતાં અનંતગણી ચયિાતી હોવી જોઈએ. મારા ચોક્કસ અભિપ્રાય છે કે પાંચ વરસની મુદત એ વધારેમાં વધારે છે. જેને હું સત્ય ગણું છું તેમાં હું ડગી જાઉં એમ તે તમે ન ઇચ્છો. તમે એમ પણ ન કહી શકે કે દસ વરસ એ તમારે માટે અંતરાત્માનો સવાલ છે, જ્યારે ગઈ કાલે મેં તમને સાબિત કરી બતાવ્યું હતું કે હું એને અંતરાત્માને સવાલ ગણું છું. ખરી વાત તો એ છે કે તમે દસ વર્ષનો આગ્રહ રાખે તો તમારી પ્રામાણિકતા વિષે તમે મને શું કાશીલ કરી. એટલે છેલ્લી વાત આ છે : પાંચ વરસે મતગણતરી અથવા તો મારું જીવન. તમારા અનુયાયીઓને જઈને કહો કે ગાંધી તે આવું કહે છે. એમની આગળ જઈ ને મારા કેસની વકીલાત કરો. તમારું કહ્યું છે તે ન માને તો તમારા અનુયાયી કહેવાવાને લાયક તેઓ ન ગણાય. મારી જિંદગી તમારા ખિસ્સામાં છે. મારી આબરૂ પર છોડે. બન્ડ ધિકકારપાત્ર પ્રાણી હાઈશ પણ જ્યારે સત્ય મારા અંતરમાંથી નીકળે છે ત્યારે હું અજેય હોઉં છું.” e અમે બધા ખૂબ ચિતામાં પડથા. અમારામાંના કેટલાક રાતા હતા. આ માણસના હાથમાં ડાકુ મૂકી દીધું. હવે કાંઈ થવાને રસ્તા નથી એમ કહીને હાથ ઘસતા બેઠા હતા. આ અરસામાં બાપુની અધીરાઈ વધી રહી હતી. “રખને મને બચાવવા કાંઈક અવળું તો ન કરે.’ મને કહે, ૮૪ માલવીજી, જયકર, સણું ઉપર આટલે સંદેશો માલા : ‘મારે ખાતર અઘટિત ઉતાવળ ન કરે. જે વરતુ એમને ઉચિત લાગે એ ઉપર જ સહી કરે. પછીથી મને મનાવવા પડશે તો એ પણ દોષમાં આવશે અને હું પણ આવીશ. ધર્મની વાતમાં રખાત ન કરાય. એટલે જે સત્ય અને રોગ્ય અને ન્યાય્ છે તેને વળગવું જ જોઈએ. એ કરતાં મારી જિંદગી તૂટી પડે તો ભલે પડે. એટલે જેને યેાગ્ય લાગે તે જ કરે. મારી સ્થિતિ — કાં તો પાંચ વરસ પછી હરિજનાની મતગણતરી કાં તો મને મરવા દેવા – એ જેને એગ્ય ન લાગે અને નુકસાનકારક લાગે તે કબૂલ ન કરે.” ” બે કલાક પછી દેવદાસ, સર ચૂનીલાલ મહેતા, અને પછી રાજાજી આવ્યા. અસ્પૃશ્ય પક્ષે પાંચ વરસ ન સ્વીકાર્યા, આંબેડકરે બહુ પ્રયત્ન કર્યા તાપણ. એટલે બિરલાએ રસ્તો કાઢવો કે દસ વરસમાં આપોઆપ એ પ્રથા બંધ થાય, દરમ્યાન બંને પક્ષ મળીને બીજો રસ્તો કાઢવો હોય તો કાઢે. બાપુની પાસે આ વસ્તુ આવી કે તુરત જ કહે : બસ, કબૂલ છે. સરસ વસ્તુ છે. જગતમાં આ સમાધાન પ્રસિદ્ધ થઈ જશે.” સૌનાં હૈયાં હરખાવા