પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આંબેડકરનું પરિવર્તન લાગ્યાં. બિરલા આવ્યા. તેમના ગાલ ઉપર બાપુએ મજબૂત તમારો માર્યો. તેમણે ખબર આપી કે હવે તો દસ્તાવેજ લખાઈ રહ્યો છે. સાંજે પાંચ છ વાગ્યે કાંઈ ખબર ન આવ્યા, એટલે પાછા કહે : વળી કાંઈક થયું હશે. ત્રણ વાગ્યે દસ્તાવેજ ટાઈપ થતા હતા તે હજી ટાઈપ જ થયાં કરે છે ? ” ચંદ્રશ કરને મેં ખબર કાઢવા માકલ્યા. તે ખબર લાવ્યા કે સહીઓ થઈ રહી છે, અને ત્યાં તે સુલેહની વાહવાહ થઈ રહી છે. આ પછી બિરલા દસ્તાવેજ લઈને આવ્યા, પછી માલવીજી આવ્યા. માલવીજીના હરખને પાર નહોતા. પછી આંબેડકર આવ્યા. ઠક્કરબાપા સામે બેઠા હતા. ઠકકરબાપા કહે : “ આંબેડકરનું પરિવર્તન થયું છે.” બાપુ કહે : “એ તમે કહો છો. આંબેડકર કયાં કહે છે ?” આંબેડકર : “હા, મહાત્માજી થયું છે. તમે મને બહુ મદદ કરી, તમારા માણસોએ મને સમજવાનો જેટલો પ્રયત્ન કર્યો તેના કરતાં તમે મને સમજવાનો પ્રયત્ન વધારે કર્યો. મને લાગે છે કે એ લોકોના કરતાં મારા અને તમારામાં ઘણું સામ્ય છે.” બધા ખડખડાટ હસ્યા. બાપુ કહે : “ હા હા.” આ દિવસમાં જ બાપુએ કહ્યું હતું ના કે, “ હું એક જાતને આંબેડકર જ છું ના?” ઝનૂનીના અર્થમાં ! સમુ-જયકર પાછળથી બહુ બેઠા. હવે કોઈ પણ રીતે બધી લડતના અંત આવે અને પાછી બાપુની મદદ મળે એ ઇચ્છતા હતા. બાપુએ કહ્યું : “તમે ભલે વાઇસરૉયને લખો કે હવે જ્યારે દેશની ઉપર સુધારાનું આ માજાં ફરી વળ્યું છે, અને દેશ આ કામમાં પડ્યો છે ત્યારે હવે લડત બહુ ચાલવાનો સંભવ નથી રહેતા. શાંતિનું વાતાવરણ છે એને અનુકુળ તમે પગલું લે, અને અમને ગાંધી સાથે છૂટથી મળવા દો અને છુટથી પત્રવ્યવહાર કરવાનો મોકો આપો.” જવાહરને તાર મોકલ્યા : "During all these days of agony you have been before mind's eye. I am most anxious to know your opinion. You know how I value your opinion. Saw Indu, Sarup's children. Indu looked happy and in possession of more flesh. Doing very well. Deep love, Bapu"