પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કવિના ઉદ્દગારા કસોટીના આ બધા દિવસમાં, મારાં મનઃચક્ષુ આગળ તમે હંમેશાં રહ્યા જ છે. તમારા અભિપ્રાય જાણવા હું બહુ ઈંતેજાર છું. તમે જાણા છો કે તમારા અભિપ્રાયને હું કેટલે કીમતી ગણું છું. સરૂપનાં બાળકે અને ઈન્દુ મળી ગયાં. ઇન્દુ આનંદમાં દેખાઈ. શરીર પણ કાંઈક ભરાયું છે. મારી તબિયત ઘણી સારી છે. ખૂબ પ્યાર, બાપુ ” આજે મેડમ ઝગલૂલને તાર આવ્યો હતો. એને લખાવ્યું : “ પ્રેમભર્યા સંદેશા માટે આભાર, ઈશ્વરનું ધાર્યું થાઓ.” આજે સવારે મિસ વિલકિન્સન આવી અને સમાધાન ઉપર એક લાંબું નિવેદન આપુ પાસે લખાવી ગઈજે ચાલી રહ્યું ૨૧-૬- રૂ ૨ છે તેમાં ઈશ્વરનો હાથ જોઉં છું. આસપાસ આશ્ચર્યકારક દર્શન થઈ રહ્યું છે તે વિષે લખાવ્યા પછી જણાવ્યું કે કૅબિનેટ આ સમાધાનને બરાબર ધાર્મિક વસ્તુ સમજે તો તેનો અક્ષરેઅક્ષર સ્વીકારે. નહીં તો તેને સંપૂર્ણ ત્યાગ કરે.” આ પછી ‘ટાઈમ્સ'ના મેફરે આવ્યા તેને મુલાકાત આપી. બપોરે બૈઈડ ટકર આવ્યો. તેણે શાંતિનિકેતનમાં બાપુના ઉપવાસથી થયેલી અદ્ભુત અસરની વાતો કરી. કવિએ પોતે ગામડાંઓમાં ભાષણ આપ્યાં અને એટલે સુધી ઉશ્કેરાઈ ગયા કે એમનાં ભાષણોમાંથી કેટલાંક વાયો કાઢી નાખવાં પડતાં. એક નિવેદનમાં લખ્યું : ““ હું મહાત્મા ગાંધીને અંત સુધી અને પેલે પાર પણ અનુસરવાનો છું.” આ બધી ખબરથી બાપુને ભારે સ તાષ થયે. મિસ વિલકિન્સન બંગાળી ગામડાંઓનું ચિત્ર આપતાં કહે : ૮૪ બંગાળામાં આંબેડકર એ ગાંધી માટે એક ઈલકાબ થઈ ગયા છે, અને આંબેડકર ગાંધીકી જે બોલે છે. કહેવામાં આવ્યું કે આંબેડકરની જે કેમ બોલે છો ? ત્યારે કહે કે મહાત્મા ગાંધીનું નામ હવે આંબેડકર ગાંધી પડયું છે.” શ્રીનિવાસ શાસ્ત્રીને તાર આખરે આવ્યા, તેથી બાપુને બહુ આનંદ થયા. એમને સામે તાર દીધા કે જેને માટે ઝંખી રહ્યો હતો તે તાર આવ્યા. સાંજે સેનાપતિ બાપટને તાર કરાવ્યા : "Your reason for fast is touching, but I would like you reconsider your decision on strength of contrary opinion