પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બધા જ સાથીઓ સાથે મરે તા ૩ of an expert like me in such matters. I feel convinced that your fast has no religious sanction. Since you feel for me, you should not die with me, but live to carry on my work. Think of consequences if all co-workers were to die with me. Will that act not be criminal? Please listen. God bless you.

  • ઉપવાસ માટે તમે જે કારણ આપો છો તે લાગણીભર્યું છે. પણ આવી બાબતમાં હું નિષ્ણાત ગણાઉં અને મારા અભિપ્રાય વિરુદ્ધ છે એટલે હું ઇચ્છું છું કે તમે ફરી વિચાર કરો. મારી તો ખાતરી છે કે તમારા ઉપવાસને ધર્મની મંજૂરી નથી. તમને મારે માટે લાગે છે, તેથી કાંઈ મારી સાથે તમારે મરવું જોઈએ નહીં. તમારે તો મારું કામ કરવા ખાતર જીવવું જોઈ એ. બધા જ સાથીઓ મારી સાથે મરી જાય તો કેવાં પરિણામ આવે તેનો વિચાર કરો. એમ કરવું એ ગુનો ન થાય ? માટે મારું કહ્યું માને. ઈશ્વર તમારું કલ્યાણ કરા.” - લોરેન્સ હાઉસમૅનને તાર આવ્યો. હોમ્સનો આવ્યો. હાઉસમૈને વિલાયતમાં ‘ડ્ઝ ઑફ ઈડ્યિા ’ તરફથી થનારી ખાસ સભાને માટે સંદેશે માગ્યો. સભા બ્રિટિશ પ્રજાને ઉપવાસનું રહસ્ય સમજાવવાને માટે થનારી છે. બાપુને મૌન હતું એટલે મેં ધાર્યું કે બીજે દિવસે માન છૂટે નહીં ત્યાં સુધી બાપુ લેખ લખાવી શકે નહીં. એટલે મે' તાર રાખી મૂકયો હતો. ત્યાં તો બાપુએ માગ્યા. મેં કહ્યું આજે થાકેલા છા, ઉતાવળ નથી. કાલે લખાવજો. એટલે કહે કાલે તે મીટિંગ છે. મે કહ્યું મીટિંગ હજી પરમ દિવસે છે, કાલે લખાવશે તો ચાલશે, આજે તમે લખવાની તકલીફ ન લે. એટલે કહે : “ના, કાલે પણ સવારે લખવા જ પડશે ના ? હમણાં જ મને કાગળ પેન્સિલ આપો.” કાગળ પેન્સિલ આપ્યાં તે હાથમાં પડી રહ્યાં અને ઊંઘી ગયા. પછી પ્રાર્થનાનો સમય થયા. મેં “ હરિને ભજતાં હજી કેાઈની લાજ જતી નથી જાણી રે” એ ભજન ગાયું. બાપુએ “ફરી ગાએ ” એમ કાગળ ઉપર લખ્યું. ફરી ગયા પછી લંડનને માટે આ સ દેશો લખ્યા :

"My fast is an appeal not merely to Hindus and India in general but to British conscience, indeed to the whole world. This distrust of and misrepresentation about a man who loves British people is an enigma to me, since my deepest faith forbids resort to physical force. I am praying God discover to me such final way corporate selfsuffering extreme kind and to give me strength to undergo it. When