પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અગ્રેજોને if required such time comes I know it will penetrate every British home. I had hope that appeal from this fiery bed would somewhat wake up British public as it seems to have marvelously roused India. But God's will was perhaps otherwise. Wanting British sympathy and help I would value anything your meeting may do. I know I have the silent sympathy and prayer of thousands of British men and women." “ મારા ઉપવાસ કેવળ હિંદુઓને તથા આખા હિંદને જ નહીં પણ બ્રિટિશ અંતરાત્માને અને સમસ્ત દુનિયાને અપીલ રૂપે છે. જે માણસ બ્રિટિશ લોકોને ચાહે છે તેને વિષે આટલે અવિશ્વાસ અને ગેરરજૂઆત કેમ થાય છે તે મારે માટે તો એક કેયડે જ છે. ખાસ એટલા માટે કે મારો ધર્મ શરીરબળનો આશ્રય લેવાની ના પાડે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છું કે ઉગ્ર પ્રકારના સામુદાયિક કષ્ટસહનને અંતિમ માગ તે મને બતાવે અને તેમાંથી પાર ઊતરવાનું મને બળ આપે. જ્યારે જરૂર પડશે અને એવા વખત આવશે ત્યારે હું જાણું છું કે તેની અસર દરેક બ્રિટિશ ઘરમાં પડશે. મે આશા રાખી હતી કે આ અગ્નિશસ્યા ઉપરથી કરેલી મારી અપીલ બ્રિટિશ લોકોને કાંઈક જાગ્રત કરશે. હિંદી લોકોને તો તેણે અદ્ભુત રીતે જાગ્રત કર્યા છે. પણ ઈશ્વરની ઈરછા કદાચ જુદી હશે. મારે તે બ્રિટનની સહાનુભૂતિ અને મદદ જોઈ એ જ છે એટલે તમારી સભા જે કાંઈ કરે તેને હું કીમતી ગણીશ. હું જાણું છું કે હજારા બ્રિટિશ. સ્ત્રીપુરુષોની મૂક સહાનુભૂતિ ને પ્રાર્થના મારે માટે છે.” બાપુની તબિયતની ખબર છેક જર્માની સુધી પહોંચી ગઈ હતી. મ્યુનિચના એક દાકતરે તાર કરેલો : “રીટેન્શન એનીમા લો તો બકા મટશે.’ મુંબઈના અનેક દાક્તરાના તાર આવ્યા હતા. દેશમુખ, પટેલ વગેરે આવી ગયા હતા. કલકત્તાથી વિધાન અને નીલરંજનનો તાર આવ્યા : “છાપાના સમાચાર એવા છે કે તમને ઊબકા આવે છે. અમને લાગે છે કે તે અટકાવવા માટે સાડા ઉપરાંત લૂકોઝ લેવું આવશ્યક છે, અમારી વિનંતી છે કે તમે ગ્યુ કેઝ લે.” એમને બાપુએ શાંતિથી તાર લખાવ્યા : "Your advice as doctors is perfect. Its human value is next to nothing. You will not have a fellow being deny his faith. Thank you very much. Fast going well."

  • દાક્તરા તરીકે તમારી સલાહ સંપૂર્ણ ગણાય. પણ તેનું નતિક મૂલ્ય કશું નથી. એક માનવબંધુ પોતાના ધર્મનો ઇનકાર કરે એમ તમે ન જ ઈચ્છા. તમારો ખૂબ આભાર માનું છું. ઉપવાસ ઠીક ચાલી રહ્યા છે.”