પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કુત્તકે મુહમેસે ભી ખા લેતી સવારે જવાહરલાલના તાર આવ્યો તેથી રાજી રાજી થઈ ગયા. એની મતલબ આ હતી : “ છાપામાંથી ખબર પડી હતી. આશ્ચર્ય ૨૬--'૩૨ થયેલું અને ક્ષેાભ થયેલા. પછી મારો આશાવાદ આગળ આવ્યા અને મનની શાંતિ મેળવી. સમજ્યા કે અતિ દલિતાના ઉદ્ધારને માટે જેટલો ત્યાગ કરીએ એટલે એ છે, કારણ એ લાકાના સ્વરાજ્ય વિનાનું સ્વરાજ અર્થ વગરનું છે. ધાર્મિક રહસ્ય નથી સમજતો. કેટલાક દુરુપયોગ પણ કરશે. પણ હું આપના જેવા જાદુગરને શી સલાહ આપું ? ” મૌન તો બે વાગ્યે ખૂલવાનું હતું. સવારનાં છાપાંઓમાં વાંચ્યું કે કૅબિનેટ હજી બુધવારે મળવાની છે. અમને બધાને ખૂબ ચીડ ચડી. દાક્તરાએ આજે બાપુની તબિયતની વાત કરીને જીવ ઉડાડી મૂકયો. કહ્યું કે, “ આટલા બ્લડપ્રેશર સાથે ચાર દિવસથી વધારે ન ટકે.” સરકારને પણ એ લોકોએ ભલામણ કરવાનો વિચાર કર્યો હતો કે આ સ્થિતિમાં જેલમાં રાખી મૂકવા એ જોખમભરેલું છે. મેં તો કહ્યું કે આ સ્થિતિમાં છેાડવામાં પણ સલામતી નથી. જે થવાનું હોય તે અહીં જ થવા દો. - આજે અનેક મુલાકાતનો દિવસ હતો. સરૂપરાણી, વાસંતીદેવી, ઊર્મિલાદેવી, કવિશ્રી ટાગોર. સૌથી પહેલાં સરૂપરાણી ને કમળા આવ્યાં. સરૂપરાણીએ ઘડીક વાર બાપુને જોયા અને પછી રાઈ પડયાં. બાપુને ભેટયાં. બાપુની આંખમાં પણ પાણી આવ્યાં. પછી સ્વસ્થ થઈ ને દેશમાં આવેલી જાગૃતિની વાતો કરવા લાગ્યાં. ભારદ્વાજ મંદિર કેમ અસ્પૃસ્યાને માટે ખુલ્લું મુકાયું, કેમ પંડાઓએ અંદર ભંગીઓને ધકેલ્યા, કેમ સરૂપરાણી પોતે ત્યાં ગયાં, કેમ પ્રસાદ વહેંચાયો અને સંકોચાતા છતાં પોતે કેવી રીતે પ્રસાદ ખાધા એ બધાનું વર્ણન આપ્યું. “ આપકી જાન બચાની થી તો ભંગીકા કયા કુત્તકે મુહમૅસે ભી ખા લેતી.” આ પછી દાસનાં પત્ની અને બહેન આવ્યાં. આ બધા છતાં મારા જીવ ઊડી ગયેલા હતા. ત્યાં બાપુએ નહાસ પાશાતા તાર માગ્યા. દેવદાસ એ તાર છપાવવા લઈ ગયેા હતા. એટલે બાપુ કહે, “ ભલે ત્યારે જોયા વિના જવાબ લખું.” બાપુએ જવાબ લખી આપ્યા : "Deeply touched by your message. May this purificatory fast touch all faiths, bring them and us together in a living bond. Egyptian blanket presented to me during last voyage covers me during this struggle with Allah who is great and merciful. — Gandhi.