પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પારણને ઉત્સવ બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખુ આશ્રમમંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા. | કવિએ « જીવન જખન શુકાયે જાય ” ગાયું. સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એને રાગ એ તો ભૂલી જ ગયા હતા. - પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદમાંથી મંત્રો બાલ્યા અને પછી “વૈષ્ણવ જન” ગવાયું. સૌને ફળ વહેંચાયાં. જેલમંડળે પણ ફળ લીધાં. આનંદ આનંદ છવાયો. આજે આવનારાંઓ સૌ પિતાને ધન્ય માનવા લાગ્યાં. a રાત્રે પાછું “ હરિને ભજતાં” બાપુએ ગવડાવ્યું. રાત્રે કરેલીનાં માતુશ્રી, મિસિસ ભંડારી વગેરે આવ્યાં. રાત્રે સાડા આઠ વાગ્યે બાપુએ પોતાનું નિવેદન લખાવ્યું. જાણે કશો જ થાક ન હોય અને ઉપવાસ કર્યો ન જ હોય એટલી એમાં વિગતો હતી. સવારના પહોરમાં મિસિસ ભંડારી બાપને જન્મદિવસની મુબારક બાદી દેવા આવ્યાં. પછી તો જેલના નોકરીનાં અને તેની ૨ ૭-૧-'રૂ ૨ સ્ત્રીઓનાં ધણનાં ધણ ચાલ્યાં.. તારે તો આખો દિવસ આવતા જ હતા. ઉપવાસ છૂટ્યાના તાર તો હતા જ, તેમાં જન્મદિવસના તારો ભળ્યા. એટલે પછી પૂછવું જ શું ? આખા દિવસ મુલાકાત ચાલી. કવિ, માલવીજી વગેરે આખો દિવસ રહ્યા. કવિએ ખૂબ વાતો કરી પોતાની ચેાજના વિષે. એમની યાજના તે સ્વતંત્ર રીતે પ્રગટ થઈ. પછી રાજકીય પરિસ્થિતિ ૨૮-૧' રૂ૨ વિષે પોતાને તાર કરી હતી તે બાપુની પાસે કરાવવાની સૂચના કરી તેઓ ગયા. બાપુએ ખરડો તૈયાર કરી રાજાજીની આગળ વાંચ્યા. રાજાએ તુરત જ વાંધો લીધા કે એ તારા તમે અહીં આટલા મંડળમાં બેસીને લખો અને એ અહીંથી જાય એ તો જરૂર અનર્થ ને પાપ થશે. હું તો વિરોધ કરવાનું જ છું. માલવીજી, સરોજિની સૌ સંમત થયાં એટલે તાર ફાટયો. પછી કામારિન ઉપરના તારનો ડાફટ થવા માંડ્યો. એમાં બાપુએ ઉપવાસનો હેતુ ટાઢાં હૈયાંને સતેજ કરવાના હતા, એમ લખ્યું હતું. માલવીજી કહે : * * * ટાઢાં' શબ્દ કાઢી નાખે, એમને અપમાન લાગશે. રાજા કહે : “ નહીં, એ શબ્દ કાઢશે તો હંયા વિનાના એવા અર્થ થશે.” આખરે એ શબ્દ તો કાઢી નાખે.