પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શાઢિયારને શાસ્ત્રિયારને જવાબ: * Dearest Brother and Friend, "Your wire and your letter are my treasure and my food. I shall not misunderstand you. Under better auspices I anticipate no difficulty in rendering a full and intelligible account of my doings in London. But that is a matter of small account. I want our love to stand the severest ordeal. "I am flourishing. With deep love." && પરમ પ્રિય ભાઈ અને મિત્ર, | “ તમારા તાર અને તમારા કાગળ, મારું ધન અને મારા ખોરાક છે. તમારે વિષે મારા મનમાં ગેરસમજ થાય એમ નથી. વધારે સારા સંજોગોમાં હું ધારું છું કે લંડન દરમિયાનના મારા વર્તનને પૂરો અને સમજી શકાય એ હિસાબ આપવામાં મને કશી મુકેલી નહીં આવે. પણ એ નાની બાબત છે. કઠણમાં કઠણ કટીમાં પણ આપણા પ્રેમ ટકી રહે એ મારે જોઈ એ છે. મારી તબિયત સારી છે. ખૂબ યાર.” હીરાલાલ શાહને :

  • આ ઉપવાસમાં શારીરિક યાતના ઠીક ભેગવવી પડી. અંત્યજ ભાઈબહેનો પ્રત્યે આપણે કરેલા પાપના પ્રાયશ્ચિત્તરૂપે તો એ યાતના ભલે ભગવાઈ પણ શરીર ચાર છે. જેટલું દુઃખ ટાળી શકે તેટલું ટાળવા Uછે. મારે નસીબે હજુ કેટલા ઉપવાસી છે તે હું જાણતા નથી. પણ પાણી પહેલાં પાળ બાંધવા ઈચ્છું છું. જન ઉપવાસમાં અંબર શા સારુ લેવાય છે ? કેટલું લેવાય છે ? એથી મેળ મટે છે? પાણી પીવામાં મદદ મળે છે ? અંબર શામાંથી થાય છે ? કોઈ તો કસ્તૂરી લે છે. આ બાબત અનુભવી પાસેથી માહિતી મળી શકે તે મોકલજો.

ચિંતામણિને : "God was my guide and sustainer during those days of triple agony. ત્રિવિધ તાપના એ દિવસોમાં ઈશ્વર મારો ભોમિયો અને ટેકા હતા.” શારદાબહેનને : તમારા કાગળની લીટીએ લીટીએ પ્રેમ નીતરે છે. તમારા જેવી પુત્રી મને સાંપડે એ મારાં સદ્ભાગ્ય જ ના? જે પદ તમ જેવી બહેનોએ મને આપ્યું છે તે લઈ એ તો છું. તે પણ ઈશ્વરને નામે લીધું છે. તે ભાવે ને લાજ રાખ. મને ધેડાગે શક્તિ આવી રહી છે.”