પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તાત્કાલિક પરિણામ નહી’, નીતિ જુએ હ૭ કરજે, એ ગીતાવાનો પ્રત્યક્ષ અનુભવ પ્રતિક્ષણ કર્યા કરું છું, ને રસના ઘૂંટડા પીધાં કરું છું.” ' ઉપવાસ કરવા વિષે ઘણા તારા આવે છે. ગણેશનને તાર હતો કે શ કર પાર્થસારથિ મંદિર ખોલાવવા ઉપવાસ કરે છે. ટ્રસ્ટીઓને થાડા દિવસની નોટિસ આપ્યા ઉપરાંત કશું કરવામાં આવ્યું નથી. બાપુએ એને તરત જ તાર કર્યો : "Fasts like Shankar's premature, if not improper. Ask him to abandon his fast."

  • શંકરના જેવા ઉપવાસ અાગ્ય નહીં તો વખત પહેલાંના છે. ઉપવાસ છોડી દેવાનું એને કહો.” | બીજા કાગળા પણ પુષ્કળ છે જ. આજે ચૌધાટથી ઘણા તારો આવ્યા. સવણુ પરિષદના કાર્યવાહી મંડળના પ્રમુખની એક મહત્ત્વનો હતો. એ મતલબનો કે હજારો માણસેની હાજરીમાં આ પરિષદે મદિર ખેલાવવાનો ઠરાવ કર્યો: પણ ઝામારિન માનતા નથી; એટલે સવર્ણો અંદર જઈને અને અવર્ણી બહાર રહીને સામુદાયિક ઉપવાસ કરવાનો વિચાર કરે છે.' તમારા આશીર્વાદ આપે. કેલપુને પણ લખ્યું કે ** નોટિસ તો અપાઈ ચૂકેલી છે. ટાઢતડકામાં ઊભા રહીને કેટલાયે સત્યાગ્રહ કર્યો છે એ નોટિસ ન ગણાય? આપના ઉપવાસને મેં’ સંમતિ માની લીધી. હવે તો લગભગ વિજય દેખાઈ રહ્યો છે. ઉપવાસ છોડવાથી આખી લડત પાછી ઠેલાશે. મારા અંતરાત્માનું જ માનું તો ઉપવાસ લંબાવું, તમારી આજ્ઞા જ હોય તા છે .” | બાપુએ એને લાંબા તાર કર્યો કે, ** તાત્કાલિક સારાં પરિણામ દેખાતાં હોય, તેથી પગલાંની નીતિ ઉપર કશી જ અસર પહોંચતી નથી. બધા સંજોગો ધ્યાનમાં લેતાં તમારી ભૂલ થયેલી જોઉં છું. ઉપવાસ છેડે અને ત્રણ માસની નોટિસ આપે.”

વલ્લભભાઈને ને મને આથી આઘાત પહોંચે. મારો તો એ જ પ્રશ્ન હતા કે એને એ અંતરાત્માનો સવાલ કેમ ન હોઈ શકે ? એટલે બાપુ કહે : * એ મને પૂછે છે, મારા આશીર્વાદ માગે છે, એ જ બતાવે છે કે એને અંતરાત્માના સવાલ નથી; પણ મારા અભિપ્રાયથી એ ચાલે. બાપટના મારી સામે વિરોધ હતા, એ મારી શિસ્તમાં નથી, એટલે એને મારે કશું કહેવાનું ન હોય; પણ કેલપન તો શિસ્ત સ્વીકારનારો રહ્યો. કામને કશો ધક્કો પહોંચવાનો નથી. ત્રણ માસ પછી કેલ૫નમાં શક્તિ હશે તો એ પાછા કરવાના જ છે. ધારો કે એ ન કરી શકે તો હું તો બેઠો છું જ.