થાય. ન સામ્રાજ્ય અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ વિષેને મારા આંક બહુ જ ખરે છે. આપણે આપણી શરત પૂરતી સ્પષ્ટ રીતે જણાવી છે. એ શરતાનું પુનઃકથન કરવાની જરૂર નથી. આપણે આપણામાંથી લશ્કર ઊભું કરવુ જોઈ એ અને જરૂર પડશે તે આપણું એ જ લશ્કર, જે બ્રિટિશ સરકારને માટે ઊભું કરવામાં આવે છે તે જ, સરકારના સામના કરવાને શક્તિમાન થશે. આપણે સરકારને મદદ કરીએ કે નહીં, સરકાર તે દેશમાંથી પાંચ લાખ માણસની ભરતી કરવાની જ છે. તે પછી આપણે અગમચેતી વાપરીને આપણી પસંદગીનું લશ્કર તેમને શું કામ ન આપીએ? હું જાણું છું કે અત્યારની સ્થિતિ ખરી કસોટીની છે. અને તે ઉપરથી હું ધારું છું કે આખું લશ્કરભરતીનું કામ આપણા પોતાના હાથમાં હોય તો સારું. એમ કરીને આપણે જે દુઃખા અને હાડમારીઓનું સાંભળીએ છીએ તેમાંથી આપણા જુવાનને બચાવી લઈ શકીશું. આપણા તરફથી બહુ વિચારપૂર્વક પગલું ભરાય એ શાસ્ત્રિયારે કહ્યું તેમ બહુ જરૂર છે. પણ હું તે એથીયે આગળ જા" છું. પરિસ્થિતિને નિયહિંદુસ્તાન જ કરશે એમ મને લાગે છે. જે હિંદુસ્તાન ખલાસ થઈ જાય તેા સામ્રાજ્યને પણુ નાશ જ સામ્રાજ્યનો નાશ થાય એની પરવા આપણે કદાચ ન કરીએ પણ આપણા દેશને નાશ થાય એની પરવા તે! આપણે કરવી જ જોઈએ. આપણા નેતાઓએ ખેડૂતોને કહેવું જોઈએ કે તમારાં હળકરન છેડીને લડાઈમાં જાઓ. આ વખત લૂલા પાંગળા રાવા કરવાને નથી. હું તો તમને સૂચવું કે મારા જેવી લાગણી તમને થતી હાય તો તમારે લશ્કરભરતી કરનારી સમિતિ નીમવાને નિર્ગુણ્ય કરવા જોઈ એ. એ સમિતિ કામ શરૂ કરે તે પહેલાં તમે સરકારને કહી શકા કે આપણી ભલામણેાને અનુસરીને તે પરિસ્થિતિ અનુકૂળ બનાવે. કામ કરવાની આ રીત ગણાય. જ્યારે આપણી કસાટી થઈ રહી રહી છે, હોમરૂલરા કસેાટી ઉપર છે તે વખતે આપણે ગંભીર અને ઉત્સાહી થવુ જોઈ એ. અત્યારે આપણે એવા ઉત્સાહવાળા જણાતા નથી. મારા દિલમાં જે ખળભળાટ મચી રહ્યો છે તે હું તમને જણાવું છું. આપણે જો સમજી જઈએ કે અત્યારે આપણે આપણા દેશ ગુમાવી બેઠેલા છીએ અને આ અણીને ટાણે ખરું પગલું નહી ભરીએ તે પરાધીનતામાં જ આપણે રહેવુ પડશે અને આપણા ઇતિહાસનું પુનરાવન આપણે હાથે જ થશે તે આપણે ગંભીર બનવું જોઈ એ અને પરિસ્થિતિ આપણને અનુકૂળ કરી લેવાને અનતે બધા પ્રયત્ન કરવા જોઈએ. બીજો રાવ ખેડા બાબતનેા હતો. બધાએ બાપુને પોતાના ધાર્યા ઠરાવ પસાર કરવાનું કહી દીધું. હરાવ ઘડાયો અને પસાર પણ થયે. એટલે શાસ્ત્રિયારે કાનુની પ્રશ્ન (પોઇન્ટ ઓફ ઓર્ડર) ઉડ્ડાવ્યા અને કહ્યું કે નેટિસ
૧૦૦
૧૦૦