લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શક્તિને વિષેનું મારું માન એ જ મારી સૂચનાનું કારણુ છે. તમારી મદદ વિના મને અગવડ પડો એની હું રાવજીભાઈ તથા દેવદાસ અને સાથે વાત કરી ચૂક્યો હતો. તમે એવી સ્થિતિ કરી મૂફી છે કે તમારી જગ્યા પૂરવી લગભગ અશકય છે. પોલાકને લખેલાં વાકયો ખરાં જ છે. તમે મને નિરાશ નથી કર્યાં. તમને મેં મારા રાજપ્રકરણી કાયને સારુ, કુશળતાને સારુ તે તમારા ચારિત્ર્યને સારુ પસંદ કર્યા છે, તમે મને નિરાશ નથી કર્યા. તે ઉપરાંત તમે મને અતિ પ્રેમથી બનાવેલી ખીચડી ખવરાવી શકેા છે, એ. વશેષ છે. વધારે મળશું ત્યારે ” ૨૦--’૨૮ રાત્રે અમદાવાદ આવ્યા. --'૨૮ સવારે મારા બેવકૂફ઼ી ભરેલા પત્ર ઉપર ભાણુ. તમે આવા અન કરશે! એવા મને ખ્યાલ ન હતો. તમે મને ભારે અન્યાય કર્યાં. હિંદુસ્તાનમાં હું જે નિયમાં નિર્ભીય માશુસ ગણુાઉ તેને તમે ભાયલા બનાવ્યા. હું સીધી રીતે તમને નહીં કહી શકું તે તમને આડકતરી રીતે કહ્યું ! તમને ખાવામાં મારે જે ભાગ આપવા પડે તે ભાગ હું અડહરવાની શાળાને માટે આપવા તૈયાર થયો છું એટલું પણ તમે ન સમજી શકયા. મને ખાતરી હતી કે હું તે તમને જ્યાં નાખું ત્યાં તમે કામ પાર ઉતારેા. એ લાયકાત સમજીને તમને સૂચના કરેલી. તમારા પત્રથી તમે એ લાખકાત તમારી નથી એમ પુરવાર કર્યું. મેં કહ્યું : નરહરિને ન મેાકલી શકાય અને મને મેકલી શકાય એમ કહ્યું ત્યારે મને એમ થયું કે મારી જરૂર બહુ એછી છે. બાપુ : એ વાત સાચી છે. અહીંની શાળાને માટે નરહિતી જરૂર છે, ત્યાંથી તેને કેમ મોકલાય ? હું મારા સેક્રેટરી વિના ન જ ચલાવી શકું એમ નથી. મને અગવડ પડે પણ હું ચલાવી શકું. તમે આપેલું કામ ખીન્ને ન આપી શકે, પણ હું તો મારું કામ મારી મેળે કરતા હાઈ ચલાવી લઈ શકું. માત્ર એટલું કે તમે હે તો હું કરું તેના કરતાં બમણું કામ કરું. એ ભેગ આપવા માટે હું તૈયાર થયેલેા. CC અપેારે ટપાલ લખી. સાંજે શહેરમાં ગયા. ટપાલમાં મિસ એસ્થરને એક અગત્યના કાગળ લખ્યા : પ્રિય એસ્થર, CC તમારા કાગળ મળ્યા છે. તમે નાતાલમાં આશ્રમમાં આવશે તેની હું અથવા અમે રાહ જોઈશું. તે વખતે મુખ્ય મકાન બંધાઈ ગયું હશે અને હવા અહુ સુંદર હશે.

૧૦૫

૧૦૫