મારે ના લખવી પડે છે, જે પૈસા લઉં તે! લડત અગડે, અનીતિ દાખલ થાય અને લેાકેાની અવનતિ થાય. આ બધામાંથી પૈસા ન લેવાથી અચી ગયા છું ને લડત ચોખ્ખી રાખી શકયો છું. આ લડતને આખું હિંદુસ્તાન જોઈ ને સમજી શકયું છે. શાસ્ત્રિયાર નથી સમજ્યા અને મને શોક રહ્યો છે. કાળાંતરે સમજી જશે. તે પોતે પવિત્ર આત્મા છે. એટલે હું નિશ્ચિંત છું. લડતની યાગ્યતાને વિષે મારા મનમાં કંઈ શંકા જ નથી.” દાભાલકરને પત્ર: બિનશરતી સહકારના રાવની વિરુદ્ધ. માગે નહીં તો માયે ના પીરસે, સરકાર પાસે માગવું જ જોઈ એ એવા આશયને. તમારા વાઇસરૉયને પત્ર ત્રણ વખત વાંચ્યા પછી પણ અંદર પોલિસીની ખાતર જ લખેલું બધું લાગે છે. તેમને જવાથ્ય : આપના પત્ર મળ્યા. મને એવા ખુલ્લા દિલથી લખ્યું છે તેથી આભારી થયા છું. મારા લખાણમાં પાલિસીની ગંધ પણ નથી. જે હું માનું છું એ જ મે અક્ષરેઅક્ષર લખ્યું છે. તમે મારા વિચારને શુદ્ધ સારાંશ આપ્યા છે. હું અવશ્ય માનું છું આપણે મૂંગે મોઢે લાખાની આહુતિ આપીએ તે આપણને આજે જ સ્વરાજ્ય છે. એ પ્રેમ છે એ મારે કાગળ વાંચતાં છતાં પણુ જે તમે ન સમજી શકયા હા તેા હું આ કાગળમાં તે ન જ સમજાવી શકું. એટલે મારી વિનતી છે કે જ્યાં સુધી સમજ ન પડે ત્યાં સુધી એ કાગળ વાંચવા અને શબ્દેશબ્દે વિચારવા. એ પ્રયત્ન ફોગટ નહીં જાય. એ કાગળ મેં ઉતાવળે નથી લખ્યા. ઘણા પ્રયત્નથી, શુદ્ધભાવે, અને દેશની પ્રીતિને અર્થે જ લખાયેલા છે. એમાંથી પૂર્ણુ નથી સમજી શકાતું અથવા તા એ અથ નીકળે છે એટલી મારી તપશ્ચર્યાની ખામી સમજું છું. મારી યાજના જો દેશ સમજી જાય અને તેને અમલ કરે તે મારી ખાતરી છે કે તેમાં સ્વરાજતા અને બીજી સેંકડા વસ્તુઓના સમાવેશ થઈ જાય છે. સ્વરાજ આપે પછી લડશું એમ કહેવુ એ મને તે સ્વરાજનું તત્ત્વ નહીં સમજવા જેવુ લાગે છે. વાઈસર્ગેયને જેટલા કાગળ લખું તે બધા પ્રજાની આગળ મૂકવાને અધાયેલા હું તેવી પ્રતિનિધિ તરીકેની મારી ફરજ હું સમજતા નથી. મારી આખી જિંદગીમાં પ્રતિનિધિ તરીકે જે કાય મે કરેલાં છે તેમાંનાં ઘણાં અને મારી ષ્ટિએ કીમતી લાગતાં એવાં તે ગુપ્ત રહેલાં છે અને રહેશે. વાઈસરૉય- સાહેબની ઉપર લખેલે મારા પહેલા કાગળ એ કેવળ એમને સારુ જ હતા. મારા કેટલાક ઉદ્ગારા મેં એમને સગૃહસ્થ જાણી મિત્રભાવે એમની આગળ રેડયા તે હું નહેરમાં ન જ મૂકું. એમાં વાપરેલી વિનયવાળી હતાં કડવી
૧૦૭
૧૦૭