લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ડગ્યા ખરા. પણ છેલ્લે તેણે કહ્યું કે એ બધું તો ઠીક, પણુ હું આટલું કહું કે હું જો કલેક્ટર હોઉં અને કાઈ આવીને મારી મહેસૂલ વસુલાતમાં વચ્ચે પડે તે તેના વિરોધ હું વસટાસટીથી કર્યું. “ મુસલમાનેા સબધી મારી સૂચનાએ બહુ નરમ અને મિત ભાષામાં હતી. મે તમને જે કાગા બતાવ્યો તેના કરતાં પણ નરમ હતી. પણ એના ઉપર વાઈસરોય તો એકદમ ચિડાયા. તેમણે ટટાર થઇ ને મને કહ્યું કે ‘અમારે યુદ્ધ આગળ ધપાવવું જોઇ એ.” સરકારની જડતા, મૂર્ખતા, દૃષ્ટિના અભાવ અને પાર્કા સંગીન વિચાર કરવાની બેદરકારી, એ બધાના ઉપાય તેમને યુદ્ધ ચલાવવામાં જડે છે. તમારી તે એણે વાત જ ન કાઢી. “ આ છેલ્લા અઠવાડિયામાં વિલી (પિયર્સન)ના વિચારથી મારા મન ઉપર અહુ તાળુ પડી છે અને હું બહુ દુ:ખી રહું છું.” એને ઉત્તર આપ્યો : × વ વિલીના પકડાવાનું વાંચીને મને કરો આધાત લાગ્યો નથી. વાઇસરોયની લાગણીઓ પ્રત્યે પણ મારી સહાનુભૂતિ છે. જ્યારે આ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ જાતના કામની તપાસ કરવાનું એને શા માટે કહેવુ જોઈ એ ? વિલીએ અને આપણે નમ્રતાથી સહન કરી લેવું જોઈએ. વિલીના કેસમાં કાઈ સિદ્ધાંતને સવાલ નથી. એમાં દ્વેિષનેા પણ પ્રશ્ન નથી. તેમ લોકલાગણી- તે પણ નથી. પોતાના વિચારે અથવા કાર્યો માટે જેલ મળે તેમાં આપણને સતોષ હોવા જોઈ એ. આવશ્યક તે એ છે કે વિલીની સાથે પત્રવ્યવહારના સબંધ બાંધવેા. એને જરૂર જણાશે તે પોતાના છુટકારા માટે એ લડી લેશે. એની ચિંતા કર્યાં કરવી એમાં એને અન્યાય કરવાપણુ છે. મારી ખાતરી છે કે એ જ્યાં પડયો હશે ત્યાં સુખી જ હશે. મને લાગે છે કે જાહેર આંદેલન બિનઆવશ્યક છે. મારી સાથે તમે સંમત થતા હા તે વાઈસરોયને તકલીફ આપ્યા અદલ માફી આપવાને એક બહાદુરીભર્યો કાગળ તેને લખો. મને કાઈ કાઈ વાર લાગે છે કે ઘણા અંગ્રેજો એ ભાંગી પડચા સિવાય યુદ્ધની ભયંકર તાળુ સહન કરી રહ્યા છે તેએ યોગી હોવા જોઇ એ. તેમને આ યોગ સારા કામમાં વપરાય તે તે મેક્ષના અધિકારી થાય.” બીજી ટપાલમાં મેકક્રસને સ્વામીજીના સંબંધમાં પત્ર લખ્યો. રીડને પત્ર લખ્યા. ખારશેદને પત્ર લખ્યો. બપોરે ત્રણ વાગ્યે બહરવા જવા નીકહ્યા. કૉલેરા ફાટી નીકળવાને લીધે ધક્કો પડયો અને રાત્રે અગિયાર વાગ્યે પાછા આવ્યા. મેાતીહારીમાં જમીનનું નક્કી થઈ ગયું. પાયા નાખવાની તૈયારી પણુ થઈ. ખુશ ખુશ થઈ ગયા.

૧૧૨

૧૧૨