હું શાખા ખાલું અને જે પ્રાન્ત રાજદ્વારી બાબતેમાં મરી ગયેલેા દેખાય છે તેમાં જીવન આપ્યું. એ કાર્યક્રમને અમલમાં મૂકવામાં મેં નમ્ર ભાગ ભજવ્યો છે તેનું મને અભિમાન છે. સત્યાગ્રહાશ્રમને કેટલાંક સંગીન કાર્બુસર શાખા તરીકે માન્ય નથી કરવામાં આવતા તે મહત્ત્વની વાત નથી. એનું કામ તા ત્યાં ચાલે જ છે. તેમાં જેટલું સારું છે તેને યશ મારે મતે સાસાયટીને ભાગે જાય છે અને જેટલી ત્રુટિઓ છે તે મારી મર્યાદાને લઈ તે છે. એની જવાબદારી સોસાયટીની નથી. વખત જતાં મારી મર્યાદાએને હું આળગી જઈ શકીશ ત્યારે આશ્રમ સાસાયટીમાં સમાઈ જશે. ત્યાં બધાને કહેજો કે તમે આશ્રમમાં દાખલ થવા ઇચ્છે તેપણ તમારા સ્વીકાર બીજી રીતે નહી પણુ સાસાયટીની એક દેણુગી (લેન) તરીકે જ હું કરીશ. આ બધા ઉપરથી તમે જોશે કે હિંદી શીખવાના ઉમેવાર તરીકે તમારા વિચાર કરતાં સાસાયટી સાથેને તમારા સંબંધ છૂટી જાય એવી શકયતા મારી કલ્પનામાં પણુ આવતી નથી. સેવક મા ૩૦ ગાંધી ” 37 ચંપારણથી નીકળ્યા તે દિવસની ડાયરી અનિયમિત થઈ. ચંપારણથી અહીં આવતાં અનેલા બનાવે રાત્રે એક જણે પટના સ્ટેશન ઉપર ખૂબ પખા કર્યાં. આપુ ગાડીમાં સૂઈ ગયા. તેની શેતરંજી ઉપર તેમના પગ હતા તેથી તે શેતર જી લેતાં તે જાગે એમ ધારીને તેણે ન ઉડાડવા અને શેતરંજી મૂકીને ઊતરી ગયા. આ માણસ પોલીસમાં હતા અને તદ્દન સાધારણ સ્થિતિને હતા એમ આગલી વાત ઉપરથી કલ્પના થાય છે. આપુને પાછાથી બહુ ચિ ંતા થઈ. મૂંગુ કાય કરનારા સર ગિષ્ઠી આવા સ્થળે છે એમ બાપુ ખેલ્યા. મને પણ બહુ લાગી આવ્યું. મનમાં એમ પણ થયું કે આવું મૂંગુ કાય જગતમાં જન્મીને મે એક નથી કીધું. પણુ આ પ્રસંગ જનસ્વભાવની વિવિધતા જણાવવા માટે લખ્યા છે. સવારે એ શેતર ની વાત થતી હતી, તે એક મારવાડી એકા એક સાંભળતા હતા. મુગલસરાઇના સ્ટેશન ઉપર ઊતરતાં એ એલ્યે કે મને એ શેતર જી આપેા તે, તમારે શેશ ખપ છે? ” બાપુએ કહ્યું, “નહી, એ તે એના માલિકને મોકલીશ.”
પોતે દક્ષિણ આફ્રિકા ગયેલા ત્યારે એક એવા કામ માટે ગયેલા કે જેમાં હિસાબનું કામ બહુ હતું. “મે તે સામાવળા વકીલને જમા અને ઉધારની વાતે કરતાં સાંમળ્યેા તે મને એમ થઈ ગયું કે આ જમાઉધારના ભેદ હું કૈમ ઉકેલીશ. મને તે રાત બધી તેના જ વિચાર આવ્યા. નિશ્ચય કર્યો કે શીખી લેવુ જ જોઈ એ. મારા અસીલને બે હિસાબનીસ આપવાનું મેં કહ્યું. ન સમાં
૧૧૪
૧૧૪