લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ પ્રજા માટે તિરસ્કાર નથી. હિંદી રાષ્ટ્રભાષા પરિષદમાં એમણે જે ભાષણુ આપ્યું હતું, અને તેમાં એમણે એ પ્રજાનાં જે વખાણુ ગાયાં હતાં એ ભુલાય એમ નથી. એમના વિદ્વત્તાપૂર્ગુ ભાષણની મેં વાઈસરૉયને પણ વાત કરેલી, અને તેને કહેલું કે તમારી સ્થિતિમાં હું હાઉ તા એને મારી પાસે લઈ લઉં, એ ભાષણમાં કરેલાં અંગ્રેજોનાં યોગ્ય વખાણુ, એમની ભારે વિદ્રત્તા, એ બધુ એવા શબ્દોમાં નીકળતું હતું, પારકાના શબ્દોમાં નહીં પણુ પોતાના શબ્દોમાં એવી રીતે પ્રકટ થતું હતું કે એ બધા વિચાર એમના પચાવેલા વિચારો, પાકા ઘડાયેલા વિચારે છે, એમ મને લાગેલું. એમાંથી પ્રગટ થતું બુદ્ધિનું તેજ જોઈ તે મને એમ થયેલુ કે જ્યાં સુધી આપણે ત્યાં આવાં રત્ન છે ત્યાં સુધી હિંદુસ્તાન માટે આશા ન છેડાય. એ ભાષણમાં એમણે સ્વરાજ્યનું વાજાં નહેાતું વગાડયું . ભાષાની ઉત્પત્તિના ઇતિહાસથી માંડીને પરસ્પરના સંબંધ માટે સામાન્ય ભાષા જોઈએ એ વાત ઉપર તે આવ્યા. એ ઇતિહાસ કહેતાં કહેતાં તેમણે કહેલુ કે અગ્રેજોએ ઘણી સેવા કરેલી છે, તેમાં તે લેાકેાની માટી સેવા તેા એ છે કે એમણે પ્રાંતિક ભાષાના ઉદ્ધાર કર્યો.” "C લશ્કભરતીના ભારે કામમાં પડેલા હતાં દેવદાસને હિંદી ક્લાસને સારુ સૂચનાએ મોકલવાની તક ખેાઈ નથી. લશ્કરભરતીનું રહસ્ય પશુ સાથે સાથે સમજાવે છે :

“તમે શિક્ષણુકામ ઠીક ઉપાડયું છે એમ જોઉં છું. કાલે મે કેટલીક સૂચનાઓ મોકલી છે. વ્યાકરણુ તુરત આપશે. તેમાં તેને રસ પડશે. તથા પદોનાં રૂપ પ્રથમ આપવાથી ઠીક થશે. તેની તામિલ સાથે સરખામણી કરવી. આવનારાની ઉંમર અને તેના વિદ્યાભ્યાસના કઈક ખ્યાલ આપજો. “ લશ્કરભરતીની પ્રથમ પત્રિકા અહીં નીકળી છે. તેની ત્રણ નકલ મોકલું છું. અંગ્રેજી તરજુમા પણ કર્યાં છે. વાંચાને જે વિચારા આવે તે જણાવજો. અહિંસા ધને હું કઈ જુદા જ પણ ભવ્ય સ્વરૂપે હમણાં જોઈ રહ્યો છું. મારા સંયમની ખામીઓનું દાન પણ સાથે સાથે કર્યાં કરું છું. આ કા તે સારું મારી તપશ્ચર્યાં ઘણી ઓછી છે. પૂર્વ તપશ્ચર્યાથી જે અનુભવજ્ઞાન મળતું તેનેા કરોડમા ભાગ પણ આજે અખતરાથી નથી મળી શકતો. હારા પાણીનાં ટીપાંમાંથી એ ભાગ હાઈ ડ્રોજન અને એક ભાગ ઓક્સિજન નીકળે, હતાં પાણી તેનું જ અને છે એમ ન કહેવાય. આ અનુમાનજ્ઞાન છે. પણ બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઍક્સિજન લઈ તે હું પાણી બનાવું તે તે નિશ્ચયજ્ઞાન થયું. એ અનુભવજ્ઞાન છે. પાણી ભલે બીજી રીતે બની શકતું હોય પણ એક જ પ્રયોગથી મેં નિશ્ચયપૂર્વક બતાવ્યું કે ઉપરના મિશ્રણુથી તે પાણી અને જ. ઘણાં કાર્યો આપણે અનુમાનથી કરીએ છીએ ને હરકત નથી આવતી. મહાન કાર્યોમાં

૭૨૧

૧૨૧