લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિધવાપુનર્વિવાહ સબંધે વિવિધ વિચારો ચાલે છે, તે તેના સંબંધે ખુલાસો કરશે! એવેા ભાઈ માહનદાસ નાગજીને આવેલા કાગળ. તેને ઉત્તર: “ પુનઃવિવાહ વિષે મારેા એવા અભિપ્રાય છે કે સ્ત્રી અથવા પુરુષ ઘરભંગ થયા પછી કરી ન પરણે એ જરૂરનું છે. હિંદુ ધમ ને આધાર સયમ છે, બધા ધર્મોમાં સયમ તો છે જ. પણ હિંદુ ધમમાં તેને બહુ વધારે મોટું પદ આપવામાં આવ્યું છે. તે ધમ માં પુનર્વિવાહ તો અપવાદરૂપે જ હોવા જોઇ એ. આવા મારા વિચારા છે, છતાં જ્યાં લગી આળલગ્ન ચાલ્યાં જ કરે છે અને પુરુષ વગ સ્વેચ્છાએ જેટલી વાર લગ્ન કરવાં હોય ત્યાં સુધી કર્યાં કરે છે, ત્યાં લગી કાઈ આળવિધવા કરી લગ્ન કરવાની ઇચ્છા કરે તેને રોકવા પ્રયત્ન ન કરવા તે તેની ઇચ્છાને માન આપવું. છેક બાળક વિધવાના મનમાં પણ હું કરી વિવાહની ઇચ્છાનું ખીજ ન રેાયું. પશુ ફરી પરણે તે તે ક્રિયાને પાપરૂપ ન ગણું. મેહનદાસ ગાંધી રેવરન્ડ હાજ સાથે બાપુને બહુ સારા સંબંધ ચંપારણથી બાપુ ચંપારણુ ગયા ત્યારે તેને ન મળી શકયા તે ઉપરથી તેણે એના ઉમદા સ્વભાવને પરિચય આપે છે. એ પત્ર : . થયેા હતા. લખેલા પત્ર હું જાણું છું કે તમે ચંપારણને ભૂલી જશે નહી. કાઈ દિવસ તમને પાછા મેળવવાની આશા અમે આનંદપૂર્વક રાખીએ છીએ. તમે અહીં જે કામ કર્યું' છે તે સ્થાયી રહેશે. એનું મૂલ્ય જેમ જેમ સિા જતા જશે તેમ તેમ સમાશે. અહીં હું નવા જીવનને ઉત્સાહ, મરદાઈના ભાનની નવી જાગૃતિ અનુભવી રહ્યો છું. અને તે ઉપરથી મારા દિલમાં ભવિષ્યને માટે બહુ આશા અધાય છે. આને અહીંના તમારા કામનું સીધું પરિણામ હું ગણું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે ખીજે પણ તમારી મહેનતનાં એવાં જ કીમતી ફળ આવે. મને વિશ્વાસ છે કે જે નિશાળેા તમે સ્થાપી છે તે ચાલતી રાખી શકાશે. અધ- કારમાં દીવડા સમાન તે છે. જો તે મુઝાઈ જાય તો ભારે કરુણુ ગણાય. તમારા જે કાય કતાઓ અહીં આવે તેમને કહી રાખશે કે તેમને માટે મારા મિશનનાં દ્વાર હમેશાં ખુલ્લાં છે અને અમે તેમનું હાર્દિક સ્વાગત કરીશું. એક જ મહાન કાર્ય માં આપણે બધા બધુએ છીએ. હું તમારી સાથે સંપર્ક માં રહેવા ઇચ્છું છું. પણ તમારું જીવન કેટલું બધું વ્યવસાયી છે એ જાણતો હાવાથી તમે મને લખતા રહે એમ કહેવાની મારી હિંમત ચાલતી નથી. છતાં પ્રસંગોપાત્ત તમારા તરફથી એક એ લીટીઓ પણ મળશે તે બધા માણસેામાં હું મને ખૂબ જ ભાગ્યશાળી માનીશ. કસ્તૂરઆઈ ને અને તમને અમારા અંતર`ગ મ`ડળમાંનાં અમે ગણીએ છીએ. આમ ગણવામાં અમે કાંઈ ધૃષ્ટતા કરીએ છીએ એમ તમે નહીં

955

૧૨૩