લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માના એવા મને વિશ્વાસ છે. અમારું ઘર તમારે માટે હમેશાં ખુલ્લું છે અને અમે પણ કાઈક દિવસ આશ્રમમાં તમને મળવા આવવાનેા ઇરાદે રાખીએ છીએ. તમે જ્યાં પણ હા ત્યાં અમારી પ્રાથના તમારી સાથે જ છે. હું આશા રાખું છું કે કાઈ વાર તમે પણ અમારે માટે પ્રાર્થના કરો. ચંપારણમાંની મુશ્કેલીએ તમે જાણેા છે એટલે તમે એના જ્ઞાન સાથે પ્રાર્થના કરી શકશે. મને વિશ્વાસ છે કે ખેડામાં બધું સરખું થઈ જશે. મારી બુદ્ધિ પ્રમાણે તે ચંપારણમાં પણ પરિસ્થિતિ સ્થિર ગતિએ સુધરતી જાય છે. હું નથી ધારો કે બનારસના મહારાન્તને અહીં લાવવાની પ્રવૃત્તિ, એ સફ્ળ થાય કે ન થાય, તેથી અહીં પ્રવાહને જે દિશા મળી છે તે ઉપર કાંઈ અસર કરી શકશે. હું આશા રાખું છું કે તમારી બન્નેની તબિયત સારી હશે. દેવદાસ તમારી સાથે છે? જજ્જૈન અનેસ્ટ એની નિશાળમાં રહેવા ગયા છે પણ ડેનલ્ડ અહીં છે અને હંમેશની જેમ પ્રસન્ન છે. અમે બધાં ઈશ્વરકૃપાથી કુશળક્ષેમ છીએ. ” એને ઉત્તર : 33 “તમારા માયાળુ પત્ર માટે હૃદયથી આભાર માનું હું. અમે અમને તમારા કુટુંબના અંતરંગ મંડળ પૈકીનાં ગણીએ જ છીએ. તમારી સાથે કાઈ કાઈ દિવસ થાડા વખત ગાળવાને મળતા તેથી મને આનદ જ થતો. તમારા કાગળમાં મારા સાથીઓને ઉલ્લેખ કર્યો છે અને ત્યાંની નિશાળા મરી જવા ન પામે તે બાબત ચેતવણી આપી છે એટલા માટે એ કાગળ આશ્રુ બ્રિજકારને માકલી આપવાની છૂટ હું લઉં છું. તમે જાણે છે કે ડો. દેવ ચપારણ છેડતાં પહેલાં ભિતીહરવામાં નિશાળ માટે પાકુ મકાન કરતા ગયા છે. સ્ત્રીશિક્ષિકા મેળવવાની મને બહુ મુશ્કેલી પડે છે. પશુ એકાદ મેળવી શકવા વિષે હું નિરાશ નથી. અવારનવાર એ નિશાળેની તમે મુલાકાત લેતા રહેા એમ હું ઇચ્છું છું. વાહનની વ્યવસ્થા કરવાનું આયુ ગારખપ્રસાદને તમે કહેશે. દેવદાસ અત્યારે મદ્રાસમાં છે. ત્યાં તામિલ ભાઈબહેને માટે હિંદી વર્ગો ચલાવે છે.

“ ખેડાનેા ઝઘડા થાડા વખત પહેલાં જ પતી ગયા છે. સમાધાનીની જાહેરાત કરતા મારા કાગળ તમે છાપામાં જોયા હતા? હમણાં મે લશ્કર- ભરતીના કામની શરૂઆત કરી છે. અમે બન્ને મિસિસ હોંને યાદ કરીએ છીએ. હું આશા રાખું છું કે તેમનામાં પહેલાં જેવી શક્તિ આવી ગઈ હરો. શકરાએ મારી સાથેનું શરમાળપણું હું તેમને ફરી મળે ત્યારે છેડી દીધેલું હશે એવી હું આશા રાખું છું. મારા ઇરાદે ત્રણ મહિને એક વાર ચ ંપારણની મુલાકાત લેતા રહેવાના છે.

૧૨૪

૧૨૪