એને આપુ : ના, એ તા એસટને વશ છે. સી. પી. રામસ્વામી આધાર છે. સી. પી. તે તો એ એટલી વશ છે કે વાત મા પૂછેછે. બધું પોતાનું ધાયું કરાવે છે. એ પણ શરમ વિના કહે છે કે, આ કામમાં હું આમ કહ્યું છું, તમે શા માટે શંકા કરી છે ? કે તરત પેલીએ માન્યું જ છે. કયાં છેંડલા, ઔલ્કાટ, મૈડમ બ્લૅવેટ્લી અને કયાં સી. પી. રામસ્વામી ? રાત્રે અમદાવાદમાં હેામરુલ લીગની પ્રોટેસ્ટ મીટિંગમાં સુંદર ભાષણ. જાનાં તદ્દન એવી ભરેલાં ભાષણુ. નડિયાદ આવતાં ગાડીમાં એક્ષ્પા : હું ગવન ર હાઉ તો લાગલા જ એ લેકાને કેદ કરું, એવાં એમનાં ભાષણ હતાં. રાત્રે અમદાવાદના સ્ટેશન ઉપર એક રમૂજી પ્રસંગ બન્યો. બ્રેકર ગાડી ઉપર આવ્યો હતો. તેણે બાપુને કહ્યું : સાહેબ, થર્ડ ક્લાસના ઉતારુઓને કંઈક સુખ કરી. એટલે વલ્લભભાઈ એ કહ્યું : થર્ડ ક્લાસમાં ફરતા થા તો થાય. પછી મજાકમાં કહેવા લાગ્યા : તું રાજ ચાળીસ રૂપિયાની સિગાર પીએ. ખીજા પૈસા ખરચે તે થડ ક્લાસમાં બેસે તે કેવું સારું. પૈસા બીજા કામમાં વપરાય, ઇ૦ બ્રેાકર કહે : મારી રહેણીકરણી ઉપર તમે નહીં ખેલા. મારી સિગાર મને એક હજાર રૂપિયા કાઈ વાર લાવી આપે છે. મારી ચા અને આઇસ્ક્રીમનું કપ મતે કઈ વાર હુન્નર લાવી આપે છે. આ જિંદગીને માટે એની જરૂર છે. તમારે મારી એ વાતની શી પડી છે? જોઈતા હોય તો પૈસા માગે. પૈસા તમને ક્રાઈ પણ કારણ માટે આપું. કહ્યું એટલે મેં વચ્ચે પડીને રિક્રૂટિંગને માટે એક હજાર રૂપિયા આપે. તરત એક હારની નેટ કાઢી આપી. કહેવા લાગ્યા : સાહેબ, કેટલાયે હાર રૂપિયા રહ્યા છું. મારે એક હાર શા વિસાતમાં છે ? ખુશીથી લઈ જાઓ. સાહેબ, મેં આશ્રમને નામે એક નાનું બિઝનેસ કર્યું હતું. આજ સુધી રકાતે તો આશ્રમને બે હજાર રૂપિયા મળતે. પણ્ ન રોકાયો, ઉતાવળ કરી એટલે રૂપિયા ૧૦૫જ મળ્યા. તે પણ લઈ જાઓ. એમ કરીને રૂપિયા ૧૦૫ કાઢીને આપ્યા. · મને એને જોઈ ને જ્યોજ એલિયટે લખેલી A merry heart goes all the day લીટીઓ યાદ આવી. રાસ લશ્કરી ભરતી માટે ચાલ્યા. બપોરે પહેાંચ્યા. સુંદર ભાષણ, માણસા લગભગ એ હુન્નર હશે. લડવા સબંધે કેટલાક ભવ્ય ઉદ્ગાર : અહિંસા કાને શીખવાય ? જે હિંસા કરી નથી જાણતો તે અહિંસા શું પાળશે ? મૂંગા મૌનવ્રતની ખૂબી શું સમજશે ? અનેક વર્ષો થયાં લડવાની જે શક્તિ ચાલી ગઈ છે, જેને માટે ૨૬-૬-૧૮
૧૨૮
૧૨૮