લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણા ઋષિએ તપ કરતા, શસ્ત્રાસ્ત્ર મેળવવાને માટે ગંભીર પ્રતિજ્ઞા લેતા તે આપણામાં આવે એમ ઇચ્છીએ છીએ. સ્ત્રીઓમાં અને પુરુષોમાં માણસાઇ આવે, પુરુષાતન આવે, તે આ વખતે આ તક લીધાથી જ આવે એમ છે. ઇ સાંજે વાસદ સ્ટેશન પર પહોંચ્યા. ગાડી ચૂકી ગયા. સ્ટેશન ઉપર જ સૂઈ રહેવુ પડયુ. વલ્લભભાઈ ને પ્લૅટકામ ઉપર બિલકુલ ઊંધ ન આવી. બાપુ સઘસાટ ઊંધ્યા. ૨૭-૬-૨૮ મળસકે ગાડીમાં મહેમદાવાદ. ત્યાંથી ગુજરાત સભાના સધળા સંઘને લઈ તે ખેડા ચાલતા ગયા. પડયા અને જેલી ભાઈ ને મળ્યા. તેમના માનમાં સરધસ. બાપુનું ધ શાળામાં ભાણું. ભાષણને અ ંતે કાઢેલા ગંભીર ઉારા આ સંધ્યાના કાળમાં છીએ. એને અંતે રાત્રી આવશે કે અરુણેાય થશે તેની કાઇ ને ખબર નથી. અરુણાય ત્યારે જ જોશે કે જો તમે સત્યને વળગી રહી, દેશ સમક્ષ સત્યને મૂકો અને સત્ય માટે ગમે તેટલા ભાગ આચરશે.

ત્યાંથી નીકળી યાત્રા નવાગામ તરફ ચાલી. ખૂબ તાપ હતા અને રસ્તા ઉપર પથ્થર બહુ હોવાને લીધે ગાડીમાં ખડખડાટ ભયંકર હતા. વલ્લભભાઈ કહે કે, તમે આજે નહીં ઊંઘી શકેા.” તુરત જ તે ખડખડાટમાં પણુ આપુ ઊંઘી ગયા! રસ્તે ત્રણ ગામાએ સત્કાર કર્યો. નવાગામ છ વાગ્યે પહેાંચ્યા. નગારાવાળા ઊંટ ઉપર બેઠા હતા. સરઘસ ગામ પ્રમાણે ભવ્ય. ગામલે કાના ઉત્સાહ અપૂ. ભાણુ લેકે પ્રમાણે સામાન્ય હતું.

c રાત્રે નીકળીને ખરેજડી સ્ટેશને પહોંચ્યા. સ્ટેશન ઉપર આપુ માત્ર મક ઉપર પડી રહ્યા. સવારે યાત્રા નડિયાદ જવા નીકળી. નડિયાથી બપોરે કઠલાલ. કઠલાલમાં શંકરલાલ પરીખે ભારે દધ્માભર્યું સરધસ કાઢેલું. ભજનિયાં, પખાજ લઈ ને લેાકેા આવ્યા હતા. આજે ગાંધીજી પધારિયા જી રે, આજની ઘડી રે આનંદતી. ” એ ધ્વનિ વારંવાર કાને પડતા હતા. બીજી વ્યવસ્થામાં પણ મા ન હતી. મને તે દિવસે થઈ ગયું કે આવા ભપકાનું વન તે વૉલ્ટર સ્કોટ જ આપી શકે. વોલ્ટર સ્કૉટ વાંચવાતા સકલ્પ. પડચાને ઘેર ગયા. વિલાયતમાં બહેને ચુંબન કરે છે તેમ અહીં પડવાને તેમની ૬૬ વર્ષની બહેને ગાલ ઉપર હેતથી ઊભરાતી એ ટપલી મારી! એવી હેતની એ ટપલી ખાવાને ખાતર પણ જેલમાં જવું જોઈએ એમ મને થયું! શકરલાલ પરીખને ત્યાં વિશ્રાંતિની વ્યવસ્થા. અતિશય સુઘડ ધર અને રાચરચીલું. વ્યવસ્થા- શક્તિની બહુ સારી છાપ પડતી હતી. સાંજે પડયાને માનપત્ર — એક સુંદર રકાબીમાં. આપુનું ભાણુ — શંકરલાલના શિષ્ય' શબ્દને જ ઉદ્દેશીનેઃ ૧૨૯

૧૨૯