રૂપે જેલમાં ાય, બિનગુનેગાર હોય તે ન્યાયાધીશને શિક્ષા દેવા સારુ જેલમાં જાય. જો બધા નિર્દોષ માણસા પોતાની નિર્દોષતા જણાવી જેલમાં જવાનું પસંદ કરે તા છેવટે નિર્દોષને ભાગ્યે જ જેલ મળે. આટલું તે સામાન્ય દષ્ટિએ. પ્રેફેસરના કેસમાં બહુ વિશેષતાઓ રહી છે. તેને મામલા કાંઈ ઘેાડાને વેગથી હાંકવાને ન હતા. એ તે અહાનું મળ્યું. કાઈ પણ પ્રકારે મને અને મારી મારફતે હિલચાલને અળખામણી કરવી એ હેતુ આ કેસનેા હતો. મારા ઉપર કાંઈ ન કરાષ પણુ મારાની ઉપર કરાય તોયે પ્રતિપક્ષીને આનંદ મળે એવી આમાં માન્યતા રહેલી. આવે સમયે પ્રોફેસરને જેલમાં જઈ પોતાનું સ્વરૂપ બતાવવું આવશ્યક હતું. વળી અહીંની રૈયત જેલમાં જતાં બહુ ડરે છે. તેમેને ભય રહિત કરવાનેા આ સુંદર અવસર મળ્યા. એ જતા ન કરાય. ફેસરની જાતને સારુ પણુ અનાયાસે પ્રાપ્ત થયેલા અનુભવ જવા દેવા એ લક્ષ્મી ચાંદલા કરવા આવે ત્યારે મુખ સતાડવા જેવુ થાય. પોતે દુ:ખ ભોગવીને અન્યાયની સામે થવું એ સત્યાગ્રહ. ન્યાયાધીશતા ઠરાવ એ કેવળ અન્યાય હતા. જેલમાં જવા રૂપી દુઃખ વહેરી લઈ પ્રોફેસરે સત્યાગ્રહ કર્યાં. અપીલ કરવી એ સત્યાગ્રહને વિષય જ નથી. શુદ્ધ સત્યાગ્રહમાં બચાવને અવકાશ નથી. આપણે જે સત્યાગ્રહ ોઈએ છીએ એ શુદ્ધ નથી પશુ મિશ્રિત છે. મિત્રતા એ આપણી નબળાઈનું માપ છે, અને તેની નિશાની છે. જ્યારે શુદ્ધ સત્યાગ્રહ પ્રવશે ત્યારે અજાયબી ભરેલા પ્રભાવ જગત જોશે, એવા મારેા દૃઢ વિશ્વાસ છે. એટલે સત્યાગ્રહની રૂએ તેા અપીલ કરવાતી હતી જ નહીં. પણ અપીલ કરવાનું માંડી વાળવામાં સત્યાગ્રહનું શુદ્ધ પાલન એ ગૌણુ હેતુ હતો. મને લાગ્યું કે કેસ એટલે બધા નજીવા હતા કે તેને આપણે અપીલ વગેરે કરી મેટું સ્વરૂપ ન આપવાથી ન્યાયાધીશને! પક્ષપાત અથવા મૂર્ખતા અને સહેજે અતાવી શકયા છીએ. વળી અપીલમાં થતશું જ એવી હામ તો કેાઈ વકીલ ભીડી નથી શકયા. અને વકીલને મેં સુચવ્યું કે અપીલ તમે તમારે જોખમે કરશે. જો હારી આવશે તો જરૂર દેષ શિ. આ કેસની અંદર અપીલ થાય તેમ ન હતું, ફેરતપાસણી (રિવિઝન) જ થાય. ફેરતપાસણીમાં ઉપલી અદાલત પણ હકીકતમાં ઊતરતી જ નથી. માત્ર કાયદાની ભૂલ જ સુધારે છે. આ કેસમાં કાયદાની બારીને અવકાશ નથી. તમે જોશે કે આમાં સત્યાગ્રહ તેમ જ સંસાર જેતે વ્યવહાર કહે છે એ વ્યવહાર-ન્યાય સચવાયા છે.” drivingને આરોપ મુકી તેમને ત્રણ વાડિયાંની કેદની સન્ન કરવામાં આવી હતી. તે પ્રસંગને અનુલક્ષીને આ કાગળ છે. આચાર્ય કૃપાલાનીને આશ્રમમાં અમે પ્રેાફેસર કહેતા.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૩
દેખાવ